गुजरात

સુરત : બિચારા ખેડૂતની કઠણાઈ, બટાકા વેચવા છેક બનાસકાંઠાથી આવ્યો, માલના પૈસા રીક્ષામાં ચોરાઈ ગયા

સુરત સરદાર માર્કેટમાં બટાકા વેચવા માટે બનાસકાંઠાના ડીસા તાલુકાથી આવેલ ખેડૂત રીક્ષા ચાલક ટોળકીનો શિકાર બન્યો હતો. રીક્ષા ચાલક ટોળકીએ ખેડુતને આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી બટાકા વેચાણના રૂપિયા 93,500 ચોરી લીધા બાદ બેસવાનું ફાવતુ નથી હોવાનુ કહી રસ્તામાં ઉતારી નાસી ગયા હતા.બનાવ અંગે પોલીસે ખેડુતની ફરિયાદને આધારે રીક્ષા ચાલક ટોળકીને ઝડપી પાડવાન ચક્રોગમિતાન કર્યા છે.

બનાવ અગે પુણાપોલીસ પાસેથી મળતી વિગત મુજબ બનાસકાંઠાના ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા કનુસિંહ દીવાનસિંહ વાઘેલા (ઉ,.વ.૩૨) ખેતીકામ કરી છે, કનુસિંહ ગત તા. 29મી જુનના રોજ પોતાના વતનથી બટાકા વેચવા માટે સુરત સરદાર માર્કેટ ખાતે ઓળખીતા વેપારી કમલેશ મનછા પ્રજાપતિની દુકાન આવ્યા હતા. અને ૧ જુલાઈના રોજ બટાકા વેચાઈ જતા તેના નિકળતા રીપિયા લેવા માટે વેપારીએ સરદાર માર્કેટ ખાતે બોલાવ્યો હતો. અને બટાકાના વેચાણના રૂપિયા 1 લાખ લઈને કપડા ખરીદવા માટે ન્યુ બોમ્બે માર્કેટ ખાતે ગયો હતો.

કનુસિંહે બટાકા વેચાણના 1,00,000 માંથી 93,500 અને 6,500 પેન્ટના અલગ અલગ ખિસ્સામાં મુક્યા હતા. કનુસિંહે ખરીદી કર્યા બાદ બોમ્બે માર્કેટથી પુણા પાટીયા ગંગા હોટલ ખાતે આવવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી જ બે માણસો બેઠા હતા.

રીક્ષા પુણા પાટીયા તરફ આવતી વખતે સરદાર માર્કેટ પાસે વધુ એક મુસાફર બેઠો હતો. રીક્ષામાં કનુસિંહને આગળ પાછળ ખસવાનું કહી નજર ચુકવી 93,500 ચોરી લીધા બાદ બેસવાનું ફાવતુ નથી હોવાનુ કહી ઈન્ટરસીટી ખાડી બ્રીજ પાસે ઉતારી દીધો હતો. બનાવ અંગે પોલીસે કનુસિંહ વાઘેલાની ફરિયાદ લઈ રીક્ષા ચાલક ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button