આધાર પુરાવા વગરના મો.સા.સાથે ઇસમને પકડી પાડી પશ્ચિમ કચ્છ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુનાઓ કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટાફના માણસો ગંગાનાકા પાસે શક પડતા વાહનોની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન કળશ સર્કલ બાજુથી એક ઇસમ નંબર પ્લેટ વગરનુ મો.સા. લઇને નિકળતો હોઈ તેને ઉભો રખાવી ચેક કરતા તેને કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેના કબ્જાનુ મો.સા.ની નંબર ન હોઈ જેથી મજકુર ઈસમ પાસે તેના કબ્જામાં રહેલ મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા ન હોઇ તે એક મો.સા.ની કિ.રૂ. ૧૫,૦૦૦ / – ગણી શક પડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજ્બુર ઈસમને Cr.P.C કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ ધોરણસર અટક કરેલ . અને સદર મો.સા રેકર્ડ ખરાઈ કરતા પશ્ચિમ કચ્છ ભુજ બી ડીવીઝન પો.સ્ટે . ના હદ વિસ્તારમાંથી ચોરાયેલ મો.સા હોઈ અને ગુન્હો દાખલ થયેલ હોઈ અને તે ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહિ કરેલ છે
કબ્જે કરેલ મુદ્દામાલ :
( ૧ ) હિરો કપંનીનુ સ્પ્લેન્ડર મોડલનુ મો.સા. જેમાં આગળ – પાછળ નંબર પ્લેટ લાગેલ નથી જેના એન્જીન નં -07 M15E22008 તથા ચેસીસ નં -07 M03F08138 વાળુ કિ.રૂ .૧૫,૦૦૦ / પકડાયેલ ઇસમ :
( ૧ ) અકબરશા અલીશા શેખ ઉ.વ .૨૮ રહે.કનૈયાબે તા.ભુજ શોધાયેલ ગુન્હો : ભુજ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૨૦૫૦૪૩૨૨૦૯૯૨ / ૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ કુલ કિ.રૂ. ૧૫,૦૦૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા