વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પૂર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજારનાઓએ ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા સા . નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંજાર મધ્યે મોમાયનગરમાં રહેતો એક કાયદાના સંધર્ષમાં આવેલ બાળકે પોતાના રહેણાક મકાનમાં ચોરી કે છળકપટથી મેળવેલ એ.સી.ના આઉટડોર અને ખુરશી રાખેલ છે અને હાલે તે માલ સગેવગે કરવાની પેરવીમાં છે તે બાતમી આધારે રેઈડ કરતા મુદામાલ મળી આવેલ જે મૂદ્દામાલ Cr.P.C કલમ -૧૦૨ મુજબ કબ્જે કરેલ અને કાયદાના સંધર્ષમાં આવેલ બાળકને ખંત ધીરજ પૂર્વક પૂછપરછ કરતા તેને આ મુદ્દામાલ ચારેક મહિના પહેલા દાંતના દવાખાનામાંથી ચોરી કરેલા હોવાનુ જણાવેલ અને આ અંજાર પો.સ્ટે.ગુનો દાખલ થયેલ હોઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે =
( ૧ ) કાયદાના સંધર્ષમાં આવેલ બાળક હાજર ન મળી આવેલ ઇસમ :
( ૧ ) બિલાલ ઉર્ફે મોસીન જુસબ હિંગોરજા રહે નવાનગર અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ
( ૧ ) બે હીટાચી કપંનીના એ. સી.ના સફેદ કલરના આઉટડોર જે એક આઉટડોરની કિ.રૂ .૫૦૦૦ / ગણી એમ આઉટડોર નંગ -૦૨ ની કિ.રૂ .૧૦,૦૦૦ /
( ૨ ) એક કાળા કલરની વ્હીલ વાળી ખુરશી જેના પર અંગ્રેજીમાં DUTIAN લખેલ સ્ટીકર લગાડેલ છે જે ખુરશી કિ .રૂ ૫૦૦૦ /
( ૩ ) એક કાળા તેમજ લાલ કલરની વ્હીલ વાળી ખુરશી જેના પર કોઈ બનાવટ અંગે લોગો કે ચિન્હ નથી જે ખુરશી કિ.રૂ .૧૦,૦૦૦ /
પકડાયેલ ઇસમ :
શોધાયેલ ગુન્હો :
( ૧ ) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૫૩૮ / ૨૨ ઇ .પી.કો.કલમ -૩૮૦ , ૪૫૪ , ૪૫૭ , ૪૨૭ મુજબ
કુલ કિ.રૂ. ૨૫,૦૦૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .