गुजरात
મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં કુલ ૨૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૫ અને ગ્રામ્યમાં ૧૪ કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે શનિવારે નોંધ પાડેલા આંકડામાં શહેરમાં 15 જ્યારે ગામડામાં 14 કોરોના દર્દી સામે આવ્યા હતા. છેલ્લા પખવાડીયાથી વધી રહેલા કેસોને કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છેમહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ૭૭ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં શનીવારે કોરોના વાઈરસ શહેરી અને ગ્રામ્ય વિસ્તારને ઘમરોડતો હોય તેમ શહેરોમાં ૧૫ અને ગામડાઓમાં ૧૪ મળી એક જ દિવસમાં ૨૯ પોઝિટીવ કેસ નોંધાયા છે.