गुजरात

ઠક્કરનગરના આશારામનગરમાં ગાયોનો ત્રાસ, છંતા કોઇ કાર્યવાહી નહિ

ઠક્કરનગર રસ્બા સ્કૂલ રોડ પર આવેલી આશારામનગર સોસાયટીમાં રહેતા કેટલાંક પરિવારોએ ૧૦૦થી વધુ ગાયો રાખી હોવાને કારણે સોસાયટીમા આવતા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી સોસાયટીમાં રહેતી એક યુવતીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર અંકુશ પાર્ટીમાં ફોન કરતા ઢોરને રાખનાર સ્થાનિક લોકોએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ક્રિષ્ણનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે તે ઢોર અંકુશ પાર્ટીના કર્મચારીઓ સ્થાનિક લોકોના ડરથી કાર્યવાહી કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. આ બનાવ બાદ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છે. ઠક્કરનગર રતનબા સ્કૂલ રોડ પર આવેલી આશારામનગર સોસાયટીમાં કેટલાંક ભરવાડ પરિવારો રહે છે. જેમણે ૧૦૦ જેટલી ગાયો રાખી છે. જેને તે વાડામાં રાખવાના હોય છે. પરતુ, મોટાભાગે ગાયોને તે છુટી મુકી દેતા હોવાને કારણે સોસાયટીના અંદર ગાયોને કારણે સ્થાનિક લોકો પાર્કિગથી માંડીને અવરજવર સુધીની મુશ્કેલી રહે છે . અને ઘણી વાર વાહનોમાં નુકશાન પણ થવાના કિસ્સા બન્યા હતા. જેથી સ્થાનિક લોકોએ ગાયોને હટાવી લેવા માટે અવારનવાર સોસાયટીમાં જ રહેતા પરિવારનો કહ્યુ હતું. પણ તે હટાવતા નહોતા. એટલું જ જે લોકો તેમને રજૂઆત કરવા જતા તેમને ધમકી પણ આપતા હતા. સોસાયટીમાં રહેતી મહિલાઓએ એક થઇને ગત ૨૯મી જુને તેમને ગાયો તેમના વાડામાં રાખવાનું કહ્યું હતું.

Related Articles

Back to top button