गुजरात

અટલ બ્રિજને જોવાની પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતુ અને શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન PM મોદી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અટલ બ્રિજને જોવાની પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી ઉપરના માટે 30 રૂપિયા જ્યારે 60 વર્ષથી વધુ ઉમરના માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ બ્રીજને જોવાનો સમય સવારના ૯થી રાતના ૯ સુઘીનો છે. મહત્વનું છે કે, આ બ્રીજ પર એન્ટ્રી વિકલાંગ માટે નિશુલ્ક છે, જ્યારે ટિકીટ લીધા પછી પણ વ્યક્તિ ત્યાં ૩૦ મિનિટ જ રોકાઈ શકાશે. અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.

Related Articles

Back to top button