‘અટકેલું નહોતું રહેવું…’, ધનશ્રી સાથે છુટાછેડા અંગે ચહલે તોડ્યું મૌન, ડેટિંગ વિશે પણ બોલ્યો | yuzvendra chahal speaks on divorce with dhanashree dating rj mahavash

![]()
Yuzvendra Chahal On Divorce With Dhanashree: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહી છે. ગત વર્ષે જ તેના એક્ટ્રેસ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા થઈ ગયા હતા. લગ્નના ચાર વર્ષ પછી આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ચહલ RJ મહવશ સાથે જોવા મળ્યો હતો. એવા અહેવાલો વહેતા થયા હતા કે, બંને ક-બીજાને ડેટ કરી રહ્યા છે, જોકે તેમણે હંમેશા એકબીજાને પોતાના મિત્રો ગણાવ્યા હતા.
છૂટાછેડા બાદ ધનશ્રીએ ચહલ અંગે ઘણી બધી વાતો કરી. તેણે રિયાલિટી શો “રાઈઝ એન્ડ ફોલ” દરમિયાન ક્રિકેટર પર અનેક આરોપો લગાવ્યા હતા અને તેમના છૂટાછેડા અંગે પણ ચર્ચા કરી હતી. ચહલે ધનશ્રીની ટિપ્પણીઓનો જવાબ પણ આપ્યો હતો. હવે તેણે ફરીથી પોતૈના છૂટાછેડા અંગે વાત કરી છે. ક્રિકેટરે કહ્યું કે, ‘હું મારી લાઈફમાં આગળ વધી ગયો છું અને હવે ધનશ્રી સાથે થયેલા છૂટાછેડા પર અટકી નહોતું રહેવું.’
હું ત્યાં અટકી રહેવા નહોતો માગતો
યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, “મારા જીવનનું એક ચેપ્ટર હતું જે હવે ખતમ થઈ ગયુ છે. હું હવે તેમાંથી બહાર નીકળી ગયો છું. હું તે અંગે કંઈ વાત કરું અને તેના પર કોઈ રિએક્શન આવે. હું તે જગ્યાએ અટકી રહેવા નહોતો માગતો. હવે મારી પોતાની લાઈફ છે અને તેની પોતાની લાઈફ છે. સિમ્પલ વાત છે તે તેના જીવનમાં ખુશ રહે અને હું મારા જીવનમાં શાંતિથી રહું. ખુશ રહો યાર. કોઈને જીવનમાં દુ:ખી કરીને શું મળવાનું છે.
ચહલે ડેટિંગ અંગેની અફવાઓ પર મૌન તોડ્યું
ચહલે પોતાના ડેટિંગ અંગેની અફવાઓ પર પણ મૌન તોડ્યું છે. તેણે એ વીડિયો પર રિએક્ટ કર્યું છે જેમાં તે લંડનમાં મહવશ સાથે જોવા મળ્યો હતો. ચહલે કહ્યું કે, ‘તમે મિત્રો સાથે ફરો છો તો વીડિયો આવી જ જાય છે. અમે કોઈ રિલેશનશિપમાં નથી. હું હેપ્પી સિંગલ છું.’ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર તેના ટ્રોલનો જવાબ આપતા કહ્યું, ‘હું ઈન્ટરનેટને એટલું ગંભીરતાથી નથી લેતો. જ્યાં લોકો તમને પ્રેમ કરે છે, ત્યાં થોડી નફરત પણ કરશે.’
મેં બોડી શેમિંગનો પણ સામનો કર્યો છે
ચહલે કહ્યું કે, ‘મને આ બધી બાબતોથી આટલો ફરક નથી પડતો. મેં મારા જીવનમાં અપશબ્દોથી લઈને ટ્રોલિંગ બધુ જ સહન કર્યું છે. તો હું આ બધામાંથી નીકળી ગયો છું. લોકો અપશબ્દો બોલીને જશે. તો બોલો. કોઈ વાંધો નહીં. મેં મારા જીવનમાં બોડી શેમિંગનો પણ સામનો કર્યો છે. પહેલા ફરક પડતો હતો કારણ કે, ત્યારે સોશિયલ મીડિયા નવું હતું. પરંતુ હવે જેને આવવું હોય એ આવો અને અપશબ્દો બોલીને જતા રહો. નફરત તો આવશે જ પછી ભલે તમે ગમે તે કરો.’
ચહલ અને ધનશ્રી નવા રિયાલિટી શો માં નજર આવી શકે
તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી છૂટાછેડા બાદ ફરી એક સાથે નજર આવી શકે છે. એવા અહેવાલ છે કે, તેઓ રિયાલિટી શો “ધ 50″માં કામ કરી શકે છે. આ એક નવો રિયાલિટી શો છે, અને તેનું ફોર્મેટ શું હશે તે કોઈને ખબર નથી. જોકે, ચાહકો ધનશ્રી અને ચહલના એકસાથે દેખાવાના સમાચારથી ખૂબ એક્સાઈટેડ છે. જોકે, તેઓ આ શો માં દેખાશે કે નહીં તેની હજું ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ.



