गुजरात

નખત્રાણા તાલુકાના તલ-લૈયારી ફુલાય માં પાણી ની પોકાર,પશુ પાલકો ની દયનીય હાલત

કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

નખત્રાણા તાલુકાના તલ-લૈયારી ફુલાય માં પાણી ની પોકાર,પશુ પાલકો ની દયનીય હાલત

નખત્રાણા ના તલ-લૈયારી માં મહિલાઓને બે ઘડા પાણી ભરવા માટે કિલો મીટર દૂર ચાલવું પડે છે

કચ્છ નખત્રાણાના સુકાપઠ્ઠ ગણાતા તલ-લૈયારી-ફુલાય ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે

નખત્રાણા તાલુકાના લૈયારી ગામના રહેવાસી જત અબુબકર ભાઈ લૈયારી ના જણાવ્યા મુજબ તલ-લૈયારી ફુલાય વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે.ભર ઉનાળે તલ-લૈયારી-ફુલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. મહિલાઓને ઘડાઓ ટાંકીઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે

જત અબુબકર ભાઈ એ આ બાબતે પણ ખુબ જોર આપ્યું હતું કે તલ-લૈયારી-ફુલાય વિસ્તારના અમુક ગામડાઓમાં ખાસ કરીને લૈયારીમાં હાલત બહું ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે,દર બદર ભટકી રહ્યા છે

લૈયારી ગામમાં પાણી માટે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે

જત અબુબકર ભાઈ ના જણાવ્યા મુજબ તલ-લૈયારી ગામના આગેવાનો જત અયુબ ભાઈ તુરપીયા,જત હાજી અબ્દુસ્સલામ,જત અલાના હાજી નાથુ,જત આરબ મિલણ,જત અમીન ભાઈ ખમીશા,જત અબ્બાસ ભાઈ અમીન ના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆત સાથે જ તલ-લૈયારી-ફુલાયમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે

જેમાં તલ-લૈયારી-ફુલાય વિસ્તાર પશુ પાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામડાંના લોકો પાણી માટે ભારે રખડી રહ્યાં છે. દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે

હજુ ઉનાળો પૂર્ણ થવાનો સમય બાકી છે,ત્યારે પશુ પાલકો માલ-ઢોર લઈને હિજરત કરી રહ્યા છે

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છના છેવાડાના તલ-લૈયારી-ફુલાય વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે

લૈયારી ગામમાં 2500 લોકોની વસ્તી છે 6500 જેટલું પશુધન છે.લૈયારી ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતિત બન્યા છે.તલ-લૈયારી ગામની મહિલાઓ ગામના ટાંકાઓ બનાવેલા છે ત્યાં થી પાણી ભરીને તરસ છીપાવી રહી છે

ધોમધમતા આકારા તાપમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરી રહી છે. પાણી પણ ખૂબ દૂષિત મળી રહ્યું છે. ગામના સ્થાનિકો કહે છે કે, જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે.ભૌગોલિક રીતે આ તલ-લૈયારી-ફુલાય વિસ્તાર સૂકો મુલક છે,ત્યારે દર ઉનાળામાં સ્થિતિ બદતર બને છે

આ તલ-લૈયારી વિસ્તારમાં માનવ વસ્તી કરતાં પશુઓની સંખ્યા વધારે છે. ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યાના કારણે માલધારીઓને હિજરત કરવાની નોબત આવે છે. ઉનાળાના પ્રારંભ સાથે જ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની તંગી સર્જાય છે. જેને જોતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે

લોકોને પશુના અવાડામાંથી દૂષિત પાણી પીવાનો સમય આવ્યો છે, તલ-લૈયારી-ફુલાય વિસ્તારના પશુઓ અને માનવીઓ પાણી માટે લાચાર છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે,લૈયારી વિસ્તારના લોકોને પાણી ન મળવા પાછળ બીજું કારણ એ છે કે અહીં પાણીની લાઈન માં રાત્રે ના એક વાગ્યે ના સમય પાણી આવે છે, પરંતુ પૈયા-છારી થી વેડહાર થઈ ફુલાય ગામે પાણી પહોંચે છે. પણ રસ્તામાં ૧ થી ૩ સ્થળોએ પાણીની મુખ્ય લાઈનમાં તુટેલી જગ્યાઓ ઘણી જોવા મળે છે,જેથી પાણી ચોરી કરીને છેવાડા ના લૈયારી સુધી પાણી પહોંચવા દેવાતું નથી

Related Articles

Back to top button