गुजरात

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રમતગમત સ્પર્ધાઓ યોજાઈ

દાહોદ ગુજરાત

રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં એક આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્લામાં પોલીસ અને નાગરિકો વચ્ચે સૌહાર્દની લાગણી સ્થપાય તે માટે બે દિવસીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં નાગરિકો તેમજ પોલીસકર્મીઓએ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના નાગરિકો, પોલીસ કર્મચારીઓ, પોલીસ પરિવારના સભ્યોની એથ્લેટીક્સ સ્પર્ધા જેવી કે ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ તેમજ ૫૦૦૦ મીટરની સ્પર્ધા માટે પરેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ તથા વોલીબોલ સ્પર્ધા માટે ભાગે આવેલા વોલીબોલ ગ્રાઉન્ડ પર સ્પર્ધા સંપન્ન થઈ હતી.
એએસપી શ્રી વિજયસિંહએ જણાવ્યું કે, નાગરિકો તેમજ પોલીસ વચ્ચે એક સામંજસ્ય સ્થપાઈ એ માટે ડીજીપીશ્રી તેમજ આઇજીશ્રીના પ્રેરણા તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં આ રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં વિજેતા થનારા સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અપાયા હતા. આ વેળાએ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી સહિતના અધિકારીશ્રીઓ
પોલીસકર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.

Related Articles

Back to top button