गुजरात

અમદાવાદ સામૂહિક હત્યાકાંડ: પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખે પાટા બાંધી છરીના ઘા ઝીંકી દીધા; બાળકો જોઈ જતાં તેમને પણ પતાવી દીધા

અમદાવાદ: શહેરના વિરાટનગરના એક જ પરિવારના ચાર સભ્યોની ઘરમાં જ હત્યાનો (family murder) બનાવ સામે આવ્યો હતો. આ ચકચારી હત્યાકાંડમાં ઘરનો મોભી વિનોદ મરાઠીએ જ પત્ની, બાળકો અને વડ સાસુની હત્યા કરી નાંખી હતી. ત્યારે ફરાર વિનોદને પોલીસે 48 કલાકની તપાસ બાદ મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.

આ અંગે ડી.પી ચુડાસમા, ક્રાઇમ બ્રાંચે જણાવ્યુ કે, ઇન્દોરથી અમદાવાદ આવતા વિનોદને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, બે વર્ષથી પત્નીને આડાસંબંધ હતા. પોતાની માતાને અન્ય યુવક સાથે દીકરાએ જોઇ લીધી હતી. તે અંગેની જાણ તેણે પોતાના પિતાને કરી હતી. જેથી તે બાદ જ વિનોદે મનમાં ધારી લીધુ હતુ કે, તેની પત્નીને મારી નાંખશે. જેથી તેણે હત્યાના દિવસે પત્નીને આંખ પર પાટા બાંધીને કહ્યુ હતુ કે, તને સરપ્રાઇઝ આપવાની છે. જે બાદ વિનોદે તેને ઝરીના ઘા મારી દીધા હતા. આ દરમિયાન તેની દીકરી અને દીકરાએ પણ આ જોઇ લીધુ હતું. જેથી તેને પણ મારી નાંખ્યા હતા.

તેણે બાળકોને મારતા પહેલા વિચાર્યુ હતું કે, મેં મારી પત્નીનું ખૂન કરી લીધું છે. મને જેલ થશે અને મારા બાળકોનું શું થશે? જેથી તેણે પોતાના બાળકોને પણ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જે બાદ વડ સાસુ પત્નીને તેના વિરુદ્ધ ચઢાવતી હતી જેથી તેણે વડ સાસુને પણ બોલાવીને મારી નાંખ્યા હતા. જે બાદ તેણે સાસુને એટલે સોનલની માતાને પણ બોલાવી હતી. પરંતુ ત્યારે વિનોદને થયું કે, મેં ખોટું કર્યું છે. એટલે તેણે સાસુને માર માર્યો પરંતુ હત્યા ન કરી અને તેને તેના ઘરે મુકી આવ્યો.

સાસુને ત્યારે જાણ ન હતી કે, તેણે ચાર ખૂન કરી દીધા છે. વિનોદે સાસુને સમજાવી દીધું હતુ કે, કોઇ પૂછે તો કહેજો કે, તેઓને અકસ્માતમાં પડી જવાથી આ ઇજા પહોંચી છે. તે બાદ તે બસમાં બેસીને જતો રહ્યો હતો. પરંતુ તેને થયું કે, પત્નીના જેની સાથે સંબંધ હતા તેને પણ હું મારી નાંખીશ. એવું વિચારીને તે ઇન્દોરથી સિટી બસમાં બેસીને અમદાવાદ પરત આવી ગયો હતો. તે દરમિયાન જ ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

Related Articles

Back to top button