गुजरात
Ahmedabad Crime: અમદાવાદમાં એક જ ઘરમાં ચાર લોકોની હત્યા મામલે થયો મોટો ખુલાસો
અમદાવાદ : શહેરના વિરાટનગર વિસ્તારમાં મકાનમાંથી એક જ પરિવારના ચાર સભ્યોના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. તો બીજી તરફ ઘરનો મોભી ફરાર થઈ જતાં તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. ઓઢવ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક દીકરીની માતાએ ફોન કરતા જાણ થઇ
શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. દીકરી ચાર દિવસથી ફોન ન ઉપાડતી હોવાથી માતાએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસે ત્યાં જઇ તપાસ કરતા અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી આવી હતી. ચાર દિવસ પહેલાં હત્યા કરી હોવાથી લાશ દુર્ગંધ મારતી હતી. હાલ પતિ ફરાર છે જેથી પોલીસને આશંકા છે કે, પતિએ ચાર દિવસ પહેલાં હત્યા કરી હતી અને ત્યારબાદ તે પલાયન થઇ ગયો હશે.