गुजरात

અપહ૨ણના ગુના કામે આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓ દ્વારા અપહરણ / ગુમ થયેલ ઈશમોને શોધી કાઢવા માટેની ડ્રાઈવ આયોજન કરેલ હોય જે અન્વયે જરૂરી સુચના આપેલ હોય અને જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજારનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૧૯૨ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩ , ૩૬૬ મુજબનો ગુનો તા .૨૦ / ૦૩ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના ભોગ બનનાર તથા આરોપીને શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટર કે.પી.સાગઠીયા સાહેબ દ્વારા પોલીસ સ્ટાફની અલગ – અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરતા મજકુર આરોપી ભોગ બનનાર કિશોરી સાથે મેઘપર બોરીચી પારસનગર તા . અંજાર હોવાની હકીકત મળેલ હોય જેથી પોલીસ સ્ટાફની એક ટીમ મોકલી આરોપીને પકડી પાડી ભોગ બનનારને આરોપીના કબ્જામાંથી મુકત કરાવી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડ અપ કરી ભોગ બનનાર કિશોરીનો કબ્જો તેના વાલી વારસને સોપવામાં આવેલ છે

પકડાયેલ આરોપી

( ૧ ) શિવા તિરૂપતીરાવ બંગા૨ી ( યાદવ ) ઉ.વ. ૨૬ ૨ હે . રૂમ નં ૫૪૧ બ્લોક નં ૫૨ ગુજરાત હાઉશીંગ બોર્ડ ગાંધીધામ

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટરશ્રી કે.પી.સાગઠીયા સાથે એ.એસ.આઈ.કિર્તીકુમાર ગેડીયા તથા પો.હેડ.કોન્સ.ગલાલભાઇ પારગી તથા પો.કોન્સ . ધર્મેશભાઈ પટેલ તથા મહિપાર્થસિંહ ઝાલા તથા ગૌતમભાઇ સોલંકી તથા અજયભાઈ સવોટા વિગેરે માણસો દ્વારા કરવામાં આવેલ છે .

Related Articles

Back to top button