गुजरात

Ahmedabad: અમદાવાદ: બીજી પત્ની સાથે પહેલીને પણ રાખવાની જીદ કરી જમાઈએ સાસુની કરી હત્યા

અમદાવાદ: શહેરમાં તાજેતરમાં એક જ અઠવાડિયામાં ચાર ચાર હત્યાના બનાવ બન્યા છે. હવેલીમાં અને રખિયાલમાં મોબાઈલ ચોરીની શંકા રાખી બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને બાદમાં સાબરમતીમાં રેલવે કર્મીની હત્યા કરાઈ હતી. ત્યારે ઉવે બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. આરોપી દિપુ વાહન ચોર છે અને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી દેતા સાથે જ વાહન ચોરીમાં પકડાતા પહેલી પત્ની પિયર જતી રહી હતી. દિપુ સાસરે ગયો અને બીજી પત્નીની સાથે તમારી દીકરીને પણ રાખીશ તેમ કહી સાસુ સસરા સાથે બબાલ કરી છરી મારી દીધી હતી. જેમાં સાસુનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતા 51 વર્ષીય ટીનાભાઈ રાજભર તેમના પરિવાર સાથે રહે છે અને એક કન્સ્ટ્રકશન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. તેમની દીકરીના લગ્ન દીપુ પગી સાથે વર્ષ 2020માં કર્યા હતા. દોઢેક વર્ષ સુધી તેમની દીકરી આ દીપુ સાથે રહેતી હતી. જમાઈ દીપુ ચોરીઓ કરતો હતો અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં રીક્ષાની ચોરીમાં પકડાયો હતો. જેથી આ દીપુના ધંધા સારા ન હોવાથી તેમની દીકરી ઘરે પરત આવી ગઈ હતી.

Related Articles

Back to top button