गुजरात

આગામી ૧૪મી એપ્રિલ ડૉ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવા ના ભાગ રૂપે આજે ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેર તેમજ ભારત મુક્તિ મોરચા રાપર શહેર ના કાર્યકરો ની બેઠક મળી

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

આજે રાપર મધ્યે ડૉ આંબેડકર યુવા ગ્રુપ , ભારત મુક્તિ મોરચા રાપર સહિત સંગઠનો દ્વારા બેઠક યોજાઇ હતી જેમાં આગામી તારીખ ૧૪મી એપ્રિલ ના રોજ વિશ્વ રત્ન મહા માનવ ભારતીય સંવિધાન ના શિલ્પકાર ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાપર મધ્યે મહા રેલી તેમજ જાહેર સભા યોજવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

જેમાં રાપર શહેરના કાર્યકરો એ વિવિધ ચર્ચા વિચારણાઓ કરી સર્વ સંમતિથી સમાજ મા એકતા અને ભાઈચારાની ભાવના કાયમી રાખવા ખાસ કરીને સમાજના યુવાઓને ને એક તાંતણે જોડી મહા માનવ ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો ને ઘર ઘર સુધી પહોંચાડવા ઉદ્દેશ સાથે તેમજ સમાજમા આગામી ૧૪મી એપ્રિલની ભવ્ય રીતે ઉજવણી કરવા તૈયારીઓ દર્શાવી હતી

તેમજ ટુંક સમયમાં સમગ્ર રાપર તાલુકાના વિવિધ સામાજિક સંગઠનોને તેમજ આગેવાનોને એક મંચ થ‌ઈ કાર્યક્રમ મા સહભાગી બનાવી આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા તાલુકા સ્તરીય બેઠક બોલાવીને સમિતિ ની રચના કરી કાર્યક્રમ ની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરાશે આજની બેઠકમાં સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ , બહુજન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સુદરભાઈ ચૌહાણ , ભારત મુક્તિ મોરચા રાપર તાલુકા અધ્યક્ષ રવજીભાઈ મેરીયા , ઉપાધ્યક્ષ .હસમુખભાઈ ગોહિલ ડૉ આંબેડકર યુવા ગ્રુપના બિપીનભાઈ ડોડીયા , સંજયભાઈ પરમાર , દિલીપભાઈ ગોહિલ , કમલેશભાઈ વાઘેલા , વેરશીભાઈ સોલંકી , અશ્વિનભાઈ પરમાર , ભરતભાઇ દાફડા , રાહુલભાઈ ગોહિલ , કાન્તિભાઈ ગોહિલ , રતનશીભાઈ રાઠોડ , ગોવિંદભાઈ ડોડીયા , સહિત રાપર શહેરના યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Back to top button