गुजरात

અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફર્નિચરવાળો, આ રીતે ઠંડા કલેજે આપ્યો લૂંટ-હત્યાને અંજામ

અમદાવાદના થલતેજ વિસ્તારમા વૃદ્ધ પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને મધ્યપ્રદેશના ભીંડમાંથી, બે આરોપીઓને ગ્વાલિયર અને એક આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી લીધી છે.

ફર્નિચરવાળો જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, મુખ્ય આરોપી અમદાવાદના જનતાનગરનો રહેવાસી છે અને તેને આ ઘટનાના અંજામ આપવા પોતાના સાગરીતોને બોલાવ્યા હતા. આ માસ્ટર માઇન્ડ દંપતીના ઘરે હત્યાના બે-ત્રણ દિવસ પહેલા જ ફર્નિચર બનાવવા આવ્યો હતો.

આજે આરોપીઓને અમદાવાદ લવાશે

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું કેહવું છે કે, ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જીલલાના મહેગાંવ વિસ્તારમાંથી, એક આમોખ વિસ્તારમાંથી, જ્યારે અન્ય એક આરોપીને ડબરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એક આરોપી અમદાવાદ જનતાનગર પકડવામાં આવેલો છે.આરોપીઓને લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવી રહી છે.

હત્યા પહેલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી

પોલીસે આ મામલે 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, તો સાથે જ 70થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે ગ્વાલિયર પહોંચી હતી. અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીના હત્યાને અંજામ આપનાર હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા. ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં કેદ થયા હતા. લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં ધૂસ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના તમામ CCTVની તપાસ કરી હતી. લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.આ લૂંટારુઓ હિસ્ટ્રીશીટર હોવાના પોલીસને આશંકા હતી.

જ્યોત્સનાબેન પ્રતિકાર કરતા લૂંટારુંઓએ ગળુ કાપ્યું હતું

જ્યોત્સનાબેન પ્રતિકાર કરતા લૂંટારુંઓએ તેમનું ગળુ કાપ્યું હતું. આરોપીઓએ ઘરની રેકી કરી હતી. સવારે મુખ્ય દરવાજો બંધ રહેતો હોવાથી તેઓ સાઈડમાં આવેલા રસોડાના દરવાજામાંથી પ્રવેશ કરીને ઘરમાં કામ કરી રહેલા જ્યોત્સના બહેનની વિંટી લૂંટી હતી. પ્રતિકાર કરવામાં આવતા લૂંટારુઓએ જ્યોત્સનાબેનનું ગળું કાપી નાખ્યું. પતિ અશોકભાઈ તેમને બચાવવા આવાતા લૂંટારૂઓએ તેમને પણ મોતને ઘાટ ઉતાર્યા અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા.

Related Articles

Back to top button