गुजरात

ચોરીમાં ગયેલ ખાંડનો ૧૦૦ % મુદ્દામાલ રિકવર કરી મુદ્દામાલ ફરીયાદીને સુપ્રત કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા ઈ.પોલીસ અધિક્ષક સાહેબશ્રી પશ્ચીમ કચ્છ – ભુજ નાઓ દ્વારા મિલ્કત સંબધી શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગાંધીધામ કંડલા વિસ્તા૨ માં આવેલ ગોડાઉન તથા ટ્રકોમાંથી ભરેલ માલની છેતરપીંડી / ચોરીથી મુદ્દામાલ સગે – વગે થતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ – અંજા૨ તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.૨.નં -૧૧૯૯૩૦૦૭૨૨૦૦૩૩ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૮૧,૧૧૪ , ૪૧૧ મુજબના ગુના કામે આરોપીઓ દ્રારા શાંતીલાલ ગોડાનમાંથી ખાંડનો જથ્થો 30 મેટ્રીક ટનની જેની કિ.રૂ .૧૦,૮૦,૦૦૦/ ૦૦ ની ચોરી કરી બારોબાર વેચી દીધેલ જે ખાંડનો ૧૦૦ % મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરી મુદ્દામાલ ફરીયાદીશ્રી દિનેશભાઇ ગૌરીશંકર વ્યાસ ઉ.વ .૪૯ રહે.મ.નં ૫૨૨ , ડીસી . – ૫ , પાંજોઘર , આદિપુર તા.ગાંધીધામ મુળ રહે.વાડાપધર , તા.અબડાસા , જી.કચ્છ ( જે.એમ.બક્ષી કંપનીના મેનેજ૨ ) વાળાને સુપ્રત કરવામાં આવેલ છે .

Related Articles

Back to top button