गुजरात

અમદાવાદના ખરાબ રસ્તાથી કંટાળી ગયા છો તો? સંપર્ક કરો આમનો, અત્યારે જ નોંધી લો નંબર

અમદાવાદ: શહેરનાં ખરાબ રસ્તાઓ અને ફૂટપાથને સુધારવા માટે અમદાવાદીઓ આગળ આવે એ માટે એક મુહિમ ચલાવાઈ રહી છે. આ મુહિમ અતંર્ગત અમદાવાદના 8 લોકો મળીને અમદાવાદના બિસ્માર રસ્તા અને ફૂટપાથનું વિગતવાર સરનામું, ગૂગલ મેપ દ્વારા લોકેશન અને ફોટોગ્રાફ લોકો પાસેથી મંગાવી રહ્યા છે. આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી અમદાવાદના જાગૃત નાગરિક  જતીન શેઠ આ રિપોર્ટ હાઇકોર્ટની લીગલ કમિટીને આપવાના છે.

હાલ  વોટ્સ એપના માધ્યમથી તમામની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે જાગૃત નાગરિક જતીન શેઠના કહેવા પ્રમાણે, અમદાવાદના પોશ વિસ્તારમાં રસ્તા બીસ્માર છે, જેને લઇને અમદાવાદીઓ પરેશાન થઈ રહ્યા છે, આ રસ્તા અંગે અમદાવાદીઓએ  રિપોર્ટ આપ્યો છે જેમાં સૌથી વધારે અમદાવાદના પૂર્વ વિસ્તારની હાલત સૌથી ખરાબ હોવાનું સામે આવ્યું છે.હજી લોકોના ફોટોગ્રાફ આવી રહ્યા છે. લોકો અમારો સંપર્ક કરી શકે તે માટે એક ફોર્મ બનાવ્યું છે.

Related Articles

Back to top button