કોંગ્રેસે 12 ધારાસભ્યોને સોંપી મહત્વની જવાબદારી, જાણો કોને ક્યા હોદ્દા અપાયા ?
ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમારને યથાવત રખાયા છે જ્યારે વિધાનસભાના વિપક્ષના દંડક તરીકે અશ્વિન કોટવાલને પડતા મૂકાયા છે.
ગાંધીનગરના ધારાસભ્ય સી. જે. ચાવડાને કોંગ્રેસ વિધાનસભા પક્ષના મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે જ્યારે નાયબ દંડકની જવાબદારી લલિત વસોયાને સોંપાઈ છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ છે. આ ઉપરાંત કોંગ્રેસે વિધાનસભાના 6 પ્રવકતા પણ જાહેર કર્યા છે. અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પ્રવકતા બનાવાયા છે. અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવકતાની જવાબદારી સોંપાઈ છે. નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સોંપાઈ છે.
રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે.
રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.