Surat News: આપમાં ગાબડું પડ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે બે પાંચ પાંદડા ખરે તો ઝાડ ન પડે
![](https://livetvtodaynews.in/wp-content/uploads/2022/02/AAP-gopal-italia-16439922523x2-1.jpg)
સુરતઃ સુરતના 27 કોર્પોરેટરમાંથી ભાજપમાં પાંચ કોર્પોરેટર જોડાયા છે ત્યારે સુરત હવે આમ આદમી પાર્ટી 22 કોર્પોરેટર રહ્યા છે. સુરતમાં આપમાં નગરસેવક ભાવનાબેન સોલંકી, ઋતા કાકડીયા ભાજપમાં જોડાયા, મનીષા કુકડિયા ,વિપુલ મોવલિયા અને જ્યોતિકા લાઠીયા ભાજપમાં જોડાયા છે. જોકે સુરતમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા સુરતમાં ગોપાલ ઇટાલિયા નિવેદન આપતા કહ્યું હતું કે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર વોર્ડ 1ના કોર્પોરેટર છે.
વોર્ડ નમ્બર 16 કોર્પોરેટર એ પાર્ટી ને દબાવીને પૈસા કમાવવાની વાત કરી હતી. જેનો આપ પાર્ટીએ વિરોધ કરેલો હતો તેમજ વધુમાં ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું હતું પેપર ફૂટવાની ઘટના થઈ ત્યારબાદ વિપુલ મોવલિયા ભાજપના સંપર્કમાં આવ્યા અને બીજા નગરસેવકોને ઉશ્કેર્યા હતા.
ભ્રમિત કરીને ભાજપમાં લઇ ગયા. જોકે પ્રદેશના સહ પ્રભારી રૂબરૂ આવિને સુરતના નગરસેવકો ની મુલાકાત લીધી હતી. પાંચેય કોર્પોરેટરે આપ ના સહ પ્રભારી પાસે પૈસાની માંગણી કરી હતી અને નાની મોટી અરજી કરી અન્ય રીતે પૈસા કમાવવાની લાલચના કારણે ભાજપમાં જોડાયા હોવાના વાત કરી હતી.
એટલું નહી પણ મુખ્ય સૂત્રધાર પુરુષ અને મહિલાઓને ઉશ્કેરીને ભાજપમાં લઇ ગયા હોવાનું જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે સીઆર પાટીલના મળતીયા કાળું અને બટુક નામના વ્યક્તિએ પૈસાથી ટીકીટ આપવાની લાલચ આપી ભાજપમાં ભેળવ્યા છે અને ભાજપની ગેરરીતિ પૈસા ન જોરે અન્ય પાર્ટી ને ડેમેજ કરવાનો માનસિકતા ધરાવે છે.