અમદાવાદના એક્સ-આર્મીમેને કારગીલ વૉરને યાદ કર્યું, ‘માઇનસ 40 ડિગ્રીમાં ગોળી વાગી પણ પીછેહટ ન કરી’
અમદાવાદ : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદના એક્સ આર્મીમેન બી. કે. ખાન સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે ગર્વથી કારગીલ યુદ્ધની વાત કરી અને શહીદોને નમન કર્યા. તો અહીં તેમની વાતનાં મહત્ત્વના અંશો રજૂ છે.
“પગમાં ગોળી વાગી પણ પીછેહટ ના કરી. માઇનસ 40 ડિગ્રી તાપમાન હતું. અમે આગળ વધતા જતા હતા. અલગ અલગ પ્લાટુન હોય એમાં અમારું પ્લાટુન આર્મીએશનનું હતું. અલગ અલગ પ્લાટુનમાં તમામને અલગ અલગ કામ સોંપ્યા હોય તેમાં મેડિકલ, ફાઈટિંગ ટ્રુપ્સ સાથે આર્મ્સ પહોંચાડવાનું હેલ્પિંગ હેન્ડ બનવાનું કામ અમારું હતું. હું આ વાત વર્ષ 1999ની કરી રહ્યો છું.
મને યાદ છે,મે મહીનાથી જુલાઈ સુધી કારગિલ વોર ચાલ્યું, કેટલાંય જવાન એવાં હતા જેમાં અમે બપોરે જમ્યા હોય અને ખબર પડે કે તે રાતે શહીદ થઈ ગયા છે મને યાદ છે યુપીનાં શહીદવીર અજય, જેઓ બપોરે મારી સાથે જમ્યા હતા. આ તમામ શબ્દો છે એ રિટાર્યડ આર્મી જવાન બી કે ખાનનાં જેમણે પોતાની કારકિર્દીની શરુઆતમાં ટ્રેનિંગ બાદ પહેલું પોસ્ટિંગ કારગિલમાં આપવામાં આવ્યું જ્યાં 2 વર્ષ વીતાવ્યા.