गुजरात

ગાંધીધામ ની રામબાગ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર હોવા છતા દર્દીઓ ને સુવિધા ન મળતાં દર્દીઓ બેહાલ થતાં નરેશભાઈ મહેશ્વરી દ્વારા ધરણા

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

ગાંધીધામ ની રામબાગ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર હોવા છતા દર્દીઓ ને સુવિધા ન મળતાં દર્દીઓ બેહાલ

ગાંધીધામ ખાતે આવેલી સરકારી હોસ્પિટલ રામબાગ હોસ્પિટલ માં વેન્ટિલેટર હોવા છતા દર્દીઓ ને સુવિધા મળતી નથી અને સુવિધા ન મળવાના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે આવોજ ઍક બનાવ ગઈ કાલે બનેલ છે જેમાં એક દર્દીને 4 કલાક સુધી કોઇ પણ સુવિધા ના મળતા દર્દી મૃત્યુ પામી ગયેલ જેની જાણ રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના હોદ્દેદારો ને થતાં નરેશભાઈ મહેશ્વરી અને કચ્છ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી અને પંકજ નોરીયા અને ચાપશીભાઈ ધેડા અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ના કાર્યકરો દ્વારા રામબાગ હોસ્પિટલ ખાતે ધરણા કર્યા હતા અને નરેશભાઈ મહેશ્વરી દ્વારા એવુ જણાવવા માં આવ્યું હતું કે જ્યાં સુધી વેન્ટિલેટર ચાલુ નહી કરવામાં આવે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે

Related Articles

Back to top button