AMC પિરાણા ડમ્પિંગ સાઇટનાં દુર્ગંધ મારતા કચરાનાં પહાડો થશે દુર ! યુદ્ધનાં ધોરણે કામકાજ શરૂ
અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટીજે સિટી બની ગયું છે . પરંતુ સ્વચ્છતા અભિયાન હજુ પણ ક્યાંક પાછળ રહ્યું છે જેનું મુખ્ય કારણ પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાનો ડુંગર છે . પરંતુ એએમસી દ્વારા પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દુર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
છેલ્લા દોઢ વર્ષમાં 35 એકર જમીન પર રહેલા લાખો મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરી એક કચરાનો પહાડ દૂર કરી નાંખી એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે
અમદાવાદ મહાનગર પાલિકના સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરમાં પિરાણા ખાતે 85 એકરમાં ત્રણ કચરાના ડુંગર છે .
ક્રોકિટના જંગલ વચ્ચે શહેરમાં કચરામાં પણ ડુંગર અમદાવાદ મહાનગરપાલિકા માટે એક મોટો પડકાર બની રહ્યા છે . છેલ્લા ચાર દાયકાથી શહેરમાં 1 કરોડ 25 લાખ મેટ્રીક ટન કરતા વધુ કચરાનો ડુંગર અહીં જામ્યો છે.