गुजरात

સુરત : લૉકડાઉનમાં બેકાર બનેલા રત્નકલાકારે જુગારધામ શરૂ કર્યું, પોલીસે દરોડા કરી 11 લોકોની ધરપકડ કરી

સુરત : અમદાવાદ બાદ હવે સુરત માં કોરોના વાયરસે કાળોકેર વર્તાવ્યો છે. જેના પગલે હીરાના યુનિટો બંધ કરવાની ફરજ પડી છે. લૉકડાઉન માં સૌથી વધારે માર પરપ્રાંતીય મજૂરો અને ત્યારબાદ રત્નકલાકારો ને પડ્યો છે. લૉકડાઉનને પગલે બેકાર બનેલા અનેક રત્નકલાકારોએ શાકભાજીથી લઈને અન્ય ધંધા કર્યાં હતાં. બીજી તરફ લૉકડાઉનને પગલે ધંધા રોજગાર બંધ થતાં આવક બંધ થઈ હતી. જેના પગલે અમુક લોકો ગુનાખોરો તરફ પણ વળી ગયા હતા. છેલ્લા ચાર મહિનાથી કામ નહીં મળતા ખાવાના ફાંફાં પડી જતાં કાપોદ્રામાં એક રત્નકલાકારે જુગારધામ  શરૂ કરી દીધું હતું. જોકે, ગુનાખોરીમાં પણ નસીબે સાથ ન આપતા પોલીસ ત્રાટકી હતી અને 11 જુગારીઓને પકડી લીધા હતા. પોલીસે જુગારધામ ચલાવતા રત્નકલાકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

કોરોના વાયરસને લઈને લાંબા સમય સુધી ચાલેલા લૉકડાઉન અને ત્યાર બાદ અનલોક 1.0માં ઉદ્યોગો શરૂ થયા હતા. જોકે, કોરોનાનું સંક્રમણ વધતા ઉદ્યોગો ફરીથી બંધ કરી દેવા પડ્યા હતા. આ જ કારણે બેકાર બનેલા રત્નકલાકારોને પોતાનું ગુજરાત ચલાવવું મુશ્કેલી બની ગયું છે.

જેના પગલે કાપોદ્રા વીરતારમાં આવેલા મોહનનગરની પાછળ કિષ્નાનગર બ્રહ્માણી કૃપા મકાન નં.14ના ચોથા માળે રૂમમાં રહેતા જીગરભાઇ વિનુભાઇ પટેલે પોતાના ઘરમાં જ મજબૂરીને લઈને જુગારધામ શરૂ કર્યું હતું. અહીંયા જુગારધામ ચાલતું હોવાની ફરિયાદ મળતા મોડી રાત્રે કાપોદ્રા પોલીસે દરોડા પાડ્યા હતા. આ જગ્યા પર જુગાર રમતા 11 લોકોને પોલીસે દરોડા પાડીને ઝડપી પાડ્યા હતા.

Related Articles

Back to top button