गुजरात

નવી ભચાઉના પટેલવાસમાં રહેતા ખીમજીભાઇ રાજાભાઇ વૈદના લુટારુઓ ત્રાટક્યા 88,000 ની માલમત્તા ચોરી થઇ

Anil Makwana

ભચાઉ

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

નવી ભચાઉના પટેલવાસમાં રહેતા ખીમજીભાઇ રાજાભાઇ વૈદ (પટેલ) ગત સવારે સાડા નવ વાગ્યે આઠમ હોતાં પત્ની સાથે માતાજીના દર્શન કરવા ગયા હતા ત્યાંથી 11:30 વાગ્યાના અરસામાં ઘરે પરત આવીને જોયું તો ઘરના બન્ને રુમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા, દરવાજા ખુલ્લા હતા અંદર જઇને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો તપાસ કરતા કબાટમા઼ રાખેલા રૂ.60,000 ની કિંમતનું સોનાનું મંગળ સૂત્ર, રૂ.10,000 ની કીંમતની સોનાની બે રિંગ, રૂ.8,000 ની કી઼મતના પગના સાંકળાની જોડી અને રોકડા રુ.10,000 મળી કુલ રૂ.88,000 ની માલમત્તા ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ જ અરસામાં બાજુમાં જ રહેતા તેમના મોટાભાઇ હરિભાઇ રાજાભાઇ વૈદ ખેતરેથી આવ્યા હતા અને તેમના ઘરના પણ તાળા તૂટ્યા હોવાનું અને તેમના ઘરના કબાટમાંથી રૂ.10,000 રોકડ ઉપાડી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના સમાજના જ નાનજીભાઇ જશાભાઇ સાંઢાના ઘરના તાળા તોડી તસ્કરોએ રૂ.6,000 ની કિંમતની વીંટી, રૂ.4,000 ની કિંમતની સાંકળાની જોડી અને રૂ.700 રોકડા મળી રુ.10,700 એમ ત્રણ ઘરના તાળા તોડી સવારે બે જ કલાકના સમયગાળામાં તસ્કરોએ રૂપિયા 1,08,700 ની માલમતત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ભચાઉ શહેરમાં ફરી તસ્કરોએ બેખોફ માથું ઉંચકતાં લોકોમાં ભય ફેલાયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી

Related Articles

Back to top button