गुजरात

સુરત : ‘મને Corona થયો છે, મળવા ન આવતા’, રત્નકલાકારે પરિવારને ફોન કરી આપઘાત કરી લીધો

સુરત : સુરતના અમરોલીમાં ગુરૃવારે રાતે યુવાન રત્નકલાકારે  ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ  હતુ. તેણે કોરોના રિપોઝિટ આવ્યો હોવાનું કહ્યા પછી આ પગલુ ભર્યુ હોવાનું પરિવારે જણાવ્યુ હતુ. પોલીસે કોરોના  રિપોર્ટ ક્યા કરાવ્યો તેની તપાસ ચાલુ કરી છે. સુરત શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા માહોલમાં અગાઉ એક વૃદ્ધે પોતાને કોરોના થયો હોવાનું મનમાં રાખી અને તાપીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો ત્યારે ફરી કોરોનાના ડરે એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. મૃતક મૂળ ભાવનગર જિલ્લાનો વતની હતો અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી આજીવિકા રળતો હતો.

મૂળ ભાવનગરના મહુવાના વતની અને હાલમાં અમરોલીના છાપરા ભાઠા ખાતે રહેતા 38 વર્ષીય યુવાન એ ગુરૃવારે રાતે ઘરમાં હુક સાથે રૃમાલ બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.યુવાન ના સંબંધીએ કહ્યુ કે ગત તા.19મીએ સવારે હીરાના કારખાને કામ કરવા ગયો હતો.

Related Articles

Back to top button