गुजरात

અમદાવાદ: વધતા કોરોના કેસને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, અનેક શાળામાં ફરીથી Odd Even પદ્ધતિ શરૂ

અમદાવાદ: જેમ જેમ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનના કેસ વધી રહ્યા છે તેમ તેમ આરોગ્ય તંત્ર તો ચિંતિત બની રહ્યું છે. તેની સાથે શાળાએ જતા વિધાર્થીઓ અને તેના વાલીઓની પણ ચિંતા વધી રહી છે. હાલમાં કોરોનાના કેસમાં વધારો થતાં શાળામાં ફરી એકવાર વિધાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં 35થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે હવે શાળાઓએ વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઇન અભ્યાસની સાથે ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરી દીધી છે.

કોરોનાના કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. દોઢ વર્ષથી વધુ સમય માટે શાળાઓ બંધ રહેતા ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ ખુલ્યો હોવા છતાં વિધાર્થીમાં ઓનલાઇન અભ્યાસની કોઈ ખાસ અસર ન થઈ. જોકે કોરોનાના કેસ ઘટતા ફરી શાળાઓમાં ઓફલાઇન વર્ગો તબક્કાવાર શરૂ થયા. પણ હાલ ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈ વાલીઓ ફરી ચિંતામાં છે કે, ફરી ક્યાંક શાળાઓ બંધ ન થઈ જાય. જોકે, શાળાના સંચાલકો પણ આ બાબતે ચિંતિત બન્યા છે. કારણ કે, કોરોનાના વધતા કેસના કારણે શાળાઓમાં 35થી40 ટકા હાજરીમાં ઘટાડો નોંધાયો છે.

Related Articles

Back to top button