गुजरात

સુરત : માથાભારે અલ્તાફ અને વિપૂલ આણી મંડળીનો આતંક, વેપારી પાસે 15 લાખની ખંડણી માંગવાનો આરોપ

સુરતના વરાછાના માથાભારે અલ્તાફ પટેલ , વિપુલ ગાજીપરા આણી મંડળીએ ગોરાટ રોડના રેતી – કપચીના વેપારીને બંધક બનાવી ઢોર માર મારવા સાથે 15 લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઇ હતી જોકે આ વેપારી એ આ માથા ફરિયા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ઈસમો વિરુદ્ધ ગુઓ દાખલ કરી વધુ તપ સશરૂ કરી છે જોકે આ ઈસ્માઓ મથી અલ્તાફ પોલીસ પર હુમલો કેરેટ પોલીસે આ ઇમ પર ભુટકળ માં ફાયરિગ પર કરિયું છે

સુરતના ન્યુ રાંદેર ગોરાટ રોડ પર ટ્વીન હાઇટ્સમાં રહેતા શાહીદ શબ્બીર ગોહીલ રેતી – કપચીના વેપારી છે . છ માસ પહેલાં રાંદેરમાં અહમદ બેગવાલા સાથે તેમનો ઝઘડો થયો હતો અને બેગવાલાએ તેમણે ચપ્પ મારી દીધું હતું જે અંગે રાંદેર પોલીસમાં શાહીદ ગોહિલે ફરિયાદ પણ નોંધાવી હતી . દરમિયાન આ વિવાદ વચ્ચે અચાનક એક વખત વરાછાના માથાભારે અલતાફ પટેલે શાહીદ ગોડીલને કોલ કરી તમારા પર હુમલો થયો છે તમે પોલીસ કેસ કર્યો છે , કંઇ કામ હોય તો કહેજો એમ વાત કરી કટ્ટ કરી દીધો હતો.

અલતાફ પટેલના કોલ બાદ અચંબામાં મુકાયેલા શાહીદ ગોડિલે બાદમાં તપાસ કરતા અહમદ બેગવાલાએ અલતાફને વચ્ચે પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ . ત્યારબાદ અલતાફે થોડાં દિવસો પહેલાં કોલ કરી શાહીદ ગોહિલને વરાછા સ્થિત પોતાની જગ્યા પર મળવા બોલાવ્યા હતા.

અહીં અલતાફ પટેલ ઉપરાંત વિપુલ ગાજીપરા તથા તેના પાંચેક પંટરો પણ ત્યાં હાજર હતા . અહીં અલતાફ અને વિપુલ વેપારીને ડરાવી – ધમકાવી રાંદેરમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યુ હતુ.

Related Articles

Back to top button