અમદાવાદમાં Coronaના કેસ વધતા વધુ 300 ડૉક્ટરની ફાળવણી, 900 covid બેડનો ઉમેરો
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં 41 દિવસ પછીનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો છે. એક બાજુ અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે તો બીજી બાજુ સરકારે સ્વાસ્થ્ય સેવાઓને પણ સઘન બનાવવાની કવાયત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની સરકારી હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે 900 બેડ વધારવામાં આવશે જ્યારે સરકારે 300 વધુ ડૉક્ટરો અમદાવાદને ફાળવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના દર્દીની સારવાર માટે 400 નવા બેડ અસારવા સિવિલમાં અને 400 નવા બેડ સોલા સિવિલમાં ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત 300 ડૉક્ટર અને 300 મેડિકલના વિદ્યાર્થીની ટીમ ફાળવવામાં આવી છે. અમદાવાદમાં માસ્ક ન પહેરના વ્યક્તિ પાસેથી રૂપિયા 1,000નો દંડ વસૂલવામાં આવશે.
અમદાવાદમાં બેડની વ્યવસ્થાને લઈ માહિતી આપતા ઓએસડી ડૉ.રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે હાલમાં કુલ 2637 જેટલા બેડ ખાલી છે. તેમાં સોલા સિવલમાં 400 બેડ ખાલી છે. અસારવા સિવિલમાં 400 બેડ ખાલી છે. આમ સરકારી હસ્પિટલમાં 900 બેડ ખાલી છે. સાથે 1300 બેડની વ્યવસ્થા તાત્કાલીન ઉભી કરવામાં આવી છે. સાથે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 400થી વધારે બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આમ સરકારી હોસ્પિટલોમાં 2200થી વધુ અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં 400થી વધુ બેડ ખાલી છે.