Indiaએ હવે સાવધાન રહેવાની જરૂરઃ આવું જગદગુરુ શંકરાચાર્યેએ શા માટે કહેવું પડ્યું? અહીં જાણો
અમદાવાદ: પુરી પીઠધીશ્વર જગદગુરુ શંકરાચાર્યનું અમદાવાદમાં યોજાયેલીવિરાટ ધર્મ સભામાં મોટું નિવેદન સામે આવ્યું છે. નેપાળને પોતાની તરફે કરવામાં ચીન સફળ રહ્યું અને ભારત જોતું રહી ગયું. હવે ભારતે સાવધાન રહેવાની જરૂર છે. આ નિવેદન આપતા જગદગુરુ શંકરાચાર્યએ ભારતની કુટનીતિ, રક્ષાનીતિ, વિદેશનીતિ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તીર્થ સ્થળને તપસ્યા સ્થળ ન રહેવા દઈ પ્રવાસન કેન્દ્ર બનાવવાનું રાજનેતાઓને વ્યસન થઈ ગયુ હોવાનું તેમનું નિવેદન પણ સામે આવ્યું છે.
પીઠધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય ચાતુર્માસ દરમિયાન ઘોષણા કરી હતી કે ભારત સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થશે. જે અંતરંગ પશ્ચિમના દ્વારકા ધામમાં ગત 18 ડિસેમ્બરએ અધિવેશન યોજાયું હતું. જે અંતર્ગત મહારાજ દ્વારા રાષ્ટ્રોતકર્ષ અભિયાન યાત્રા દ્વારા ચાલી રહી છે. વિવિધ જગ્યાએ મહારાજની યાત્રા ફરી હવે અમદાવાદમાં પહોંચી છે. જ્યાં સનાતન ધર્મને અધિવેશન સ્વરૂપે સંબોધન કર્યું.
તેમને સંબોધનમાં જણાવ્યું કે આજકાલ રાજનીતીના નામ પર ઉન્માદ છે. રાજનેતાઓને રાજનીતિની પરિભાષા જ ખબર નથી. કુટનીતિનો પ્રયોગ પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યો. ચીનની મુઠ્ઠીમાં નેપાળ આવી ગયું ભારતની વિદેશનીતિ, રક્ષાનીતિ દુર્બલ સાબિત થઈ. નેપાળના લોકો પણ સ્વીકારે છે કે સંસ્કૃતિક ધરાતલ પર ભારત અને નેપાળ એક છે. પણ નેપાળ બિલકુલ ભારત તરફ રહ્યું નથી ચીનએ તેને તેનું યંત્ર બનાવી દીધું છે.
ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશમંત્રી સૌ ધ્યાન આપે તમારી તમામ નીતિ નિષ્ફળ રહી છે. નેપાળ હવે આપના હાથમાં નથી રહ્યું તે ચીનનું યંત્ર બની ગયું છે. જેથી ભારતે સાવધાન થવાની જરૂર છે. આ ઉપરાંત કાશી કોરિડોર મામલે તેમણે જણાવ્યું કે આજના રાજનેતાઓને તીર્થસ્થળને તપસ્થલી રહેવા દેવાની જગ્યાએ પર્યટન કેન્દ્ર બનાવવાનું વ્યસન છે.
આજના રાજનેતાઓને વિકાસની દ્રષ્ટિ છે તેના પર વિચાર કરવાની જરૂર છે. તેમનું માનવું છે કે સનાતન ધર્મ બચશે તો માનવનું કલ્યાણ થશે અને ભારત વિશ્વગુરુ બનશે. દેશના 98 ટકા નેતાઓને રાજનીતિની પરીભાષા ખબર નથી. જે 2 ટકા લોકો છે તેઓ સત્તા લાલચુ છે. જેથી દેશને તેમના સેક્રેટરી એટલે કે IAS અધિકારીઓ ચલાવી રહ્યા છે.