CM ભુપેન્દ્ર પટેલે અનુસૂચિત જાતિની મહિલાઓના પગ ધોઇને કર્યું સન્માન
સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરના ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સી.આર.પાટીલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓના પગ ધોઇ સન્માન કર્યુ હતું, આ સમયે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સાબકાંઠાનાં સાંસદ હિતુ કનોડિયા પણ હાજર હતા. સી આર પાટીલે પણ મહિલાઓના પગ ધોઇને તેમનું સન્માન કર્યુ હતું.
BAPS દ્વારા હિંમતનગરમાં ‘નર્યેસ્તુ વંદના’ નામનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રણજીત ચાવડાની યાદમાં કરવામાં આવી હતી. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાંચ અનુસૂચિત જાતિની મહિલાઓને આમંત્રીત કરી તેમની સાથે સ્ટેજ પર ભોજન ગ્રહણ પણ કર્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નાત જાતના ભેદભાવને ભૂલેની તમામ જાતીના લોકોએ સાથે મળીને ભાજપને જીતાડવા માટે મહેનત કરવાની હાંકલ કરી હતી. PM મોદી પણ જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે તેણે આવા જ એક મેડાવડામાં અનુસૂચિત જાતિની મહિલાઓનાં પગ ધોઇ તેમને સન્માનિત કરી હતી આ વાત સીઆર પાટીલે વાગોળી હતી.