गुजरात
નવસારી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શિવેન્દ્રસિંહ સોલંકી અને ગ્રામ પંચાયત વાંસદા ની પંચાયત મંત્રી ને રજૂઆત ના પગલે નવસારી જીલ્લા વિકાસ અધિકારી શ્રી પરિસ્થી પરીખ એ વાંસદા ની મુલાકાત લીધી
Anil Makwana

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા નગર ના રસ્તા, ગટર, ઈતિહાસીક ટાવર ની મરામત તથા વાંસદા ના અન્ય નાના મોટા કામો બાબતે નવસારી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શિવેન્દ્રસિંહ સોલંકી તથા વાંસદા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ દ્વારા પંચાયત મંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી જે ને પગલે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિસ્થી પરીખ તથા તાલુકા વિકાસ અધિકારી હિરેન ચૌહાણ એ વાંસદા ના વિવિધ સ્થળો ની મુલાકાત લઈ કામો ને વેગ આપવા બાંહેધરી આપી હતી,સ્વચ્છતા, આરોગ્ય મહિલા-બાળ વિકાસ પ્રત્યે ધ્યાન આપવા તમામ ગામ ના સરપંચ તલાટી ને સૂચના આપવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા જણાવવા માં આવ્યું હતું..આવનારા દિવાસો માં સરકાર હજી ખૂબ સારા કામો કરશે તેવું તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું