गुजरात

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેર પહેલા એએમસી એક્શનમાં, 40 કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધવાની સંભાવનાઓ અને ત્રીજી લહેરથી બચવા એએમસીએ અત્યારથી જ પ્લાનિગ શરૂ કર્યા છે. ડબલ ઋતુનો અનુભવ થતા શરદી અને તાવના કેસ વધી રહ્યા છે તેથી ફરી એકવાર લોકોને કોરોના ડરના પગલે ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. શહેરમાં એક અંદાજ મુજબ 40 ડોમ ઉભા કરાયા છે તેમજ આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ મોટી માત્રામાં કરવામાં આવ્યા છે. ત્રીજી લહેર પહેલા એએમસી આગોતરું આયોજન કરી રહી છે.

એએમસી હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હાલ ડબલ ઋતુના પગલે તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના લક્ષણોમાં પણ તાવ શરદી અને ખાંસીએ મુખ્ય છે. ત્યારે અમદાવાદીઓ સરળતાથી આરટીપીસીઆર કે એન્ટીજન ટેસ્ટ કરી શકે તે માટે શહેરમાં 40 સ્થળો પર ડોમ મુકાયા છે. શહેરમાં આજે પણ સરેરાશ દરરોજ 5 હજાર આરટીપીસીઆર ટેસ્ટ થાય છે તેમજ એન્ટીજન ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે.

વધુમા હેલ્થ ઓફિસર ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ અને અર્બન હેલ્થ સેન્ટર પર ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડિઝીટ પાર કરતા નથી પરંતુ એએમસી આરોગ્ય વિભાગ કોરોનાની ત્રીજી લહેરના સંભાવના પગલે અને શહેરમા જે રીતે અન્ય વાયરલ ફ્લૂના કેસમાં વધારો નોધાયો છે તેના ભાગ રૂપે ટેસ્ટિંગ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે

Related Articles

Back to top button