गुजरात

બોટાદ: હોમગાર્ડની 268 ની ભરતીની સામે 2191 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

બોટાદ: બોટાદ જિલ્લા હોમગાર્ડ ભરતીને લઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાઈ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 1600 મીટર દોડ ,વજન ,ઉચાઇ સહિત ની કસોટી ને લઈ કામગીરી કરવામાં આવી રહી છે . જિલ્લામાં 268 ની ભરતી ની સામે 2191 લોકો એ ફોર્મ ભર્યા છે

ગુજરાત રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ બોટાદ જિલ્લા માં હોમગાર્ડ ભરતી ને લઈ જાહેરાત કરવામાં આવી હતી . જેને ને લઈ બોટાદ જિલ્લા માંથી કુલ 2191 અરજી ઓ આવી હતી.

જે અરજી બાદ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીનું બોટાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં જિલ્લાનાં અલગ અલગ તાલુકા પ્રમાણે શારીરિક કસોટી નું આયોજન કરવામાં આવેલ જે પગલે આજે જિલ્લા ના ઢસા વિસ્તાર ના 340 અરજદારો ને બોલાવવામાં આવેલ જેમાં સૌ પ્રથમ 9 મિનિટ માં 1600 મીટર દોડ બાદ વજન,ઉંચાઈ અને છાતી ના માપ ની ચકાસણી કરી આગળની સરકાર ની ગાઈડ લાઈન મુજબ સિલેક્શન કરવામાં આવશે.

હાલ માં 268 ની ભરતી સામે 2191 અરજદાર હોય યોગ્ય અને લાયક ઉમેદવાર ની પસંદગી થઈ શકે તેના માટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડો યોગેશ મહેતા ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ કર્મચારી સહિત હોમગાર્ડ ના જવાનો ની મદદ થી પારદર્શક ભરતી કરવામાં આવી રહી છે. દોડ માં પણ સંપૂર્ણ પારદર્શક નિર્ણય માટે વિડીયો ગ્રાફી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થતી હોય તેવું અરજદારે નિવેદન આપી સંતોષ વ્યક્ત કર્યો.

Related Articles

Back to top button