गुजरात

સુરત : ગરીબ લારીવાળાઓને દંડ ફટકારવા ગઈ મનપા ટીમ, લોકોનો રોષ ભભૂકતા ભાગવું પડ્યું

સુરત : મનપા ટિમ દ્વારા ગરીબ લોકોને દંડ કરીને રૂપિયા વસુલવાના મામલે ગતરોજ એક વિડીયો વાઇરલ થયા બાદ આજે વધુ એક વિડીયો વાઇરલ થયો છે, જેમાં ફ્રૂટના લારી વાળાને દબાણ નામે દંડ કરવામાં આવે છે, જોકે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતા આ મનપા ટિમને ભાગવાનો વારો આવ્યો હતો.

સુરતમાં મનપા દ્વારા કોરોના ગાઈડ લાઇનના મામલે તંત્ર દ્વારા ગરીબ લોકોને રંજાડવામાં આવતા હોય છે, ત્યારે ગતરોજ 14 વર્ષના એક બાળક પાસે તંત્ર દ્વારા ૪૦૦ રૂપિયાનો દંડ વસૂલવાને લઇ એક વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, તેવામાં સુરતના ડભોલી ચાર રસ્તા પાસે આવેલ એક ફ્રુટની લારી વાળા પાસે તંત્ર દ્વારા 200 રૂપિયાનો દંડ વસૂલવા સાથે તેની લારી કબજે કરવામાં આવી હતી.

આ બાબતને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તંત્રના કર્મચારીઓએ શાના માટે દંડ ફટકાર્યો, તે બાબતે પૂછપરછ કરતા અધિકારીએ લારીવાળો રસ્તા પર ઉભા રહી દબાણ કરતો હોવાની વાત કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય ગરીબ માણસને રંજાડવામાં આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અધિકારીને લારીવાળાને હેરાન કરવા મામલે પૂછપરછ કરતાં અધિકારીએ દબાણ કરતા હોવાની વાત કરતાં હોવાને લઇ કાર્યવાહીની વાત કરી હતી.

Related Articles

Back to top button