गुजरात

દહેગામ કોલેજના પ્રોફેસર ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડથી સન્માનિત કરાયા, દેશ- વિદેશના 200 તજજ્ઞોમાં ગુજરાતમાંથી પ્રો. મિશ્રાની પસન્દગી

રાજસ્થાનના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં હિન્દીના પ્રાધ્યાપક શ્રીપ્રકાશ મિશ્રાને સન્માનિત કરાયા

દહેગામ

દર વર્ષે ભારત અને વિદેશોમાં વસતા ભારતીયો માંથી શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર તજજ્ઞોને સન્માનિત કરતી સંસ્થા દ્વારા ચાલુ સાલે શિક્ષણ ક્ષેત્રનો “ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડ” દહેગામ કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યાપક શ્રીપ્રકાશ મિશ્રાને એનાયત કરી સન્માનિત કરાયા હતા.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપનાર ભારતીયોને દર વર્ષે ભવ્યા ઇન્ટરનેશનલ અને ભવ્યા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં ચાલુ સાલે દેશ વિદેશના મળીને કુલ 200 વિશેષજ્ઞોને સન્માનવા માટે જયપુર- રાજસ્થાન ખાતે યોજાયેલ “આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન”માં દહેગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હિન્દી વિભાગના વડા પ્રો. શ્રીપ્રકાશ મિશ્રાને “ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડ-2021” એનાયત કરાયો હતો, જેઓ ગુજરાતમાંથી એકમાત્ર પસંદગી પામ્યા હતા. ગત તા. 11 નવેમ્બરે જયપુરના ખંડેલવાલ સભાગૃહ ખાતે રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક ભવ્ય આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન સમારોહમાં ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માટે પ્રો. મિશ્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 30 થી વધુ વર્ષોથી હિન્દીના પ્રાધ્યાપક તરીકે સેવા આપતા પ્રો. મિશ્રા હિન્દી અકાદમી ના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ છે તો અનેક રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય જર્નલોમાં લેખનકાર્ય પણ કરી અનેક એવોર્ડ્ઝથી સન્માનિત થઈ ચૂક્યા છે.

આ એવોર્ડ સમારંભમાં લંડન ખાતે પત્રકારત્વ અને સમજસેવાના કાર્ય સાથે સંકળાયેલા ડૉ. પરિન સેમાની, દિલ્હીના વરિષ્ઠ પત્રકાર ડૉ. પવનકુમાર સહિત વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રો. શ્રીપ્રકાશ મિશ્રાને આવો નોંધપાત્ર એવોર્ડ મળતાં દહેગામ કોલેજના સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Back to top button