गुजरात

અમદાવાદ : લિવ ઇનમાં રહેતી એક બાંગ્લાદેશી યુવતીએ તમામ હદ પાર કરી નાખી, જાણીને થઇ જશો ચકિત

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એસઓજીને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં એક બાંગ્લાદેશી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વ નું છે કે બાંગ્લાદેશી યુવતીએ લિવ ઇન માં રહીને એક બાળકીને પણ જન્મ આપી દીધો અને કોઈને જાણ પણ થઈ ન હતી. આ યુવતી એટલી ચાલક છે કે તેની પાસેથી બાંગ્લાદેશની સાથે સાથે ભારતના પાસપોર્ટ સહિત અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હાલ યુવતીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ ગ્રામ્ય sog ખોટી રીતે ભારતમાં રહેતા લોકોની તપાસ કરી રહી હતી. તેવામાં sogને એક માહિતી મળી કે ચાંગોદર વિસ્તારમાં આવેલ એક સત્યેશ રેસિડેન્સીમાં રેહતી મહિલા સોનુ જોશી જે મૂળ સોની જોશી નથી અને તેનું મૂળ નામ સિરીના હુસૈન છે અને જે મૂળ બાંગ્લાદેશની છે અને ભારતમાં આવી ને ખોટી રીતે રહે છે. જેથી પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મહિલા ટૂરિસ્ટ વિઝા ઉપર આવી હતી અને ત્યાર બાદ તે પરત ન હતી અને ભારતમાં રોકાઈ ગઈ હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ પણ મળી આવ્યા છે અને જેમાં ભારતનો પાસપોર્ટ તેને 2020માં બનાવ્યો છે. મહત્વની વાત તો યે છે કે યુવતી પાસેથી જે પણ દસ્તાવેજો મળી આવ્યા છે જેમાં તમામ હૈદરાબાદના છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતી ચાંગોદર જેના ઘરે લિવ ઇનમાં રહેતી હતી તે ભાઈ સાથે તેને ફેસબુકમાંથી વાત થઈ હતી અને ત્યાર બાદ પ્રેમ થઇ ગયો હતો. જેમાં બંનેને એક 2.5 વર્ષની બાળકી પણ છે.

ચોંકાવનારી વાત તો એ પણ છે કે આરોપી યુવતી જે યુવક સાથે લિવ ઈનમાં રહેતી હતી તે હિતેશ ભાઈનું થોડા દિવસ પહેલા અકસ્માતમાં મોત પણ થયેલ છે જેને લઈ પણ હવે શંકા ઉભી થઈ છે. આ મામલે અમદાવાદ રૂરલ sp વીરેન્દ્ર યાદવનું કેહવું છે કે આ યુવતી કોઈ રેકેટ સાથે સામેલ છે કે કેમ. તેને દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા છે અને તેની સાથે અન્ય કોઈ લોકોએ પણ આ રીતે વસવાટ કરી રહ્યા છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે.

Related Articles

Back to top button