સુરત: રત્નકલાકારની સગર્ભા પત્નીએ કર્યો આપઘાત, એક ફોન કોલને કારણે પતિની ખૂલી પોલ, ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને પોતાની આપવીતિ વર્ણવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પતિ દરરોજ મારે છે અને સાસરિયાઓ ત્રાસ આપે છે. આ સાથે મહિલાએ કહ્યું હતું કે, પતિ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો. જે બાદ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રત્નકલાકાર પતિની ધરપકડ કરી છે.
મૂળ ભાવનગરના ઘોઘાના મોટા ખોખરા ગામના વતની અને સુરતમાં કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે બાપા સીતારામ રહેતા રત્નકલાકાર ગૌતમ છગનભાઈ ડાભીના લગ્ન 14 માસ અગાઉ ભાવનગરના હાદાનગર શિવશક્તિ સોસાયટી રહેતા રત્નકલાકાર ભુપતભાઇ સોલંકીની પુત્રી જાગૃતિ સાથે થયા હતા. જોકે પહેલા લગન જીવન બરાબર ચાલતું હતું. લગ્નના ત્રણ માસ બાદ જ જાગૃતિના સાસુ ચંપાબેન ઘરમાં નાની નાની બાબતે ન સંભળાય તેવુ બોલ-બોલ કરતા હતા અને તેના સસરા પણ સારી રસોઇ બનાવતી નથી અને તને અમારે રાખવાની થતી નથી તેવુ બોલ્યા કરતા હતા.
પતિ ગૌતમ પણ રાત્રે જાગૃતિને મારઝૂડ કરી ગળું દબાવી મારી નાખવાની વાત કરતો હતો. ઉપરાંત, લગ્નમા તારા બાપાએ કરીયાવરમા કાંઇ આપ્યું નથી અને લગ્નનો ખર્ચ પણ તારા બાપા પાસેથી લેવાનો છે તેવું કહેતા હતા. 14 માસ અગાઉ લગ્ન થયા હતા છતાં ગૌતમ ક્યારેય સાસરે ગયો નહોતો. જોકે પરણિતા આ તમામ વચ્ચે રહેતી હતી એન સારિયાઓનો ત્રાસ સહન કરતી હતી. જોકે આ વચ્ચે જાગૃતિ ગર્ભવતી બની હતી અને તેને અઢી માસનો ગર્ભ હતો. તો પણ દરરોજ સાસરિયાનો ત્રાસ અને પતિની મારઝૂડને લઈને આ પરણીતાએ આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. આપઘાત પહેલા આપરણિતાએ તેના પિતાને ફોન કર્યો હતો. જેમાં સાસરીયાઓના ત્રાસ અંગે જણાવ્યું હતું.
પિતાએ તારા કાકાને મોકલું છું, તેની સાથે વતન આવી જજે કહેતા જાગૃતિએ કહ્યું હતું કે, મારાથી રાત જાય કે કેમ તે હું તમને કહી શકું તેમ નથી. રાતના આ લોકો મને મારી નાખશે, તમને હું જોવા નહીં મળું. ભૂપતભાઈએ તેને સાંત્વના આપી હતી. પરંતુ એક કલાકમાં જ જાગૃતિએ પોતા ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગયા હતા. આ મામલે કાર્યવાહી કરી જાગૃતિના પરિવારને વતનમાં જાણકારી આપી હતી. જોકે જાગૃતિનો પિતા સાથે પરિવાર સુરત ખાતે દોડી આવ્યો હતો. પોતાની પુત્રીના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાઉ