गुजरात

આંધ્રપ્રદેશ નેવી જાસૂસી કાંડમાં ગોધરાના વ્યક્તિની ધરપકડ, આ રીતે કરતો હતો પાકિસ્તાનીઓને મદદ

ગોધરા: વિશાખાપટ્ટનમના જાસૂસી કાંડમાં આંધ્ર પ્રદેશના ઇન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં દરોડા પાડ્યા હતા. આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના વિવિધ 6 વિસ્તારોમાં રવિવારની રાત્રે દરોડા માર્યા હતા. આ તપાસ રવિવારે રાત્રે પોલીસે ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચથી છ સ્થળે છાપો મારી મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ કરી હતી. જેમા એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરી છે.

કોની ધરપકડ કરી?

સુરક્ષાદળના જવાનોની જાસૂસી કરી ફસાવવા અને નોન બેન્કિંગ ફંડીગ હવાલા મોકલવા મુદ્દે ફરી એકવાર ગોધરાના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમે નેવી ઓફીસરોની જાસૂસી કાંડ પ્રકરણમાં પંચમહાલ એસઓજી- એલસીબીએ ગોધરામાંથી કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. રવિવારે રાત્રે પોલીસે ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચ થી છ સ્થળે છાપો મારી મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ કરી છે. આંધ્રપ્રદેશ પોલીસે પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરી છે.

આ રીતે કરતો હતો દેશ વિરોધી કામ કરનારાઓને મદદ

અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ વેલ્ડીંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ભારતના સુરક્ષા દળના નેવીના જવાનોને ફસાવવા જાસુસી કરવા ઉપરાંત, હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે અલ્તાફની ધરપકડ કરી છે. અલ્તાફે ભારતમાંથી સિમ કાર્ડ ખરીદયા બાદ વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી ભારત દેશ વિરોધી કામ કરતાં પાકિસ્તાનના તત્વોને ઓટીપી મોકલ્યા હતા. ઓટીપી થકી બનાવેલા વ્હોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવા મુદ્દે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button