गुजरात

અમદાવાદ શર્મસાર: પિતા સગીર દીકરીને અડપલાં કરીને કહેતો, ‘તને વળગણ છે, મારી સાથે સંબંધ રાખવો પડશે’

અમદાવાદ: ગઇકાલે એટલે રવિવારે આખા વિશ્વએ ડોટર્સ ડે ઉજવ્યો ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે તેના પિતા જ ખરાબ વર્તન કરતા હતા. પિતા સગીર દીકરીને કહેતા કે, તને વળગણ છે અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. આ ઉપરાંત કોઇ ઘરે ન હોય તો સગીરાની માતાને પણ તેનો જેઠ આવીને શારીરિક અડપલાં કરીને છેડતી કરતો હતો. જેથી કંટાળીને પરિણીતાએ પતિ, જેઠ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘તારામા તારા મામાના ગામનું વળગણ છે, જે મારે કાઢવું પડશે’

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં રહેતી મહિલાનાના લગ્ન વર્ષ 2014માં કૃષ્ણનગરમાં થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિ સહિત સાસરિયાઓ નાની નાની વાતે પરિણીતા સાથે બોલાચાલી કરતા. નણંદ અવારનવાર પરિણીતાને તેના ઘરે બોલાવીને ઘરકામ કરાવતી હતી. જો પરિણીતાથી મોડું થાય તો, નણંદ પરિણીતાને મારતા પણ હતા. થોડા દિવસ પહેલાં પરિણીતાના પતિએ તેમની 17 વર્ષની દીકરીને પોતાની વાતોમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. પતિએ તેની જ દીકરીને કહ્યુ હતુ કે, ‘મેં એક જગ્યાએ જોવડાવ્યું છે. તારામા તારા મામાના ગામનું વળગણ છે, જે મારે કાઢવું પડશે. એટલે તારે મારી સાથે સંબંધ રાખવા પડશે.’ જે સાંભળીને સગીરા ગભરાઇ ગઇ હતી અને માતાને જાણ કરી હતી.

જેઠ પરિણીતાને અડપલાં કરતો

જે સાંભળીને પરિણીતાએ પતિ ઠપકો આપ્યો હતો. જેની સામે પતિએ પત્નીને માર માર્યો હતો. સગીર દીકરી એકલી હોય ત્યારે પિતા તેને શારીરિક અડપલાં કરતો હતો. બીજી તરફ, પતિ હાજર ન હોય ત્યારે પરિણીતાનો જેઠ ઘરે આવીને તેને અડપલાં કરતો હતો. આ બધાથી કંટાળીને પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ, જેઠ અને નણંદ સામે છેડતી સહિતની ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં પિતા જ 9 મહિના સુધી પુત્રીને પીંખતો રહ્યો

વડોદરામાં સગા બાપે પોતાની સગીરા દિકરી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે હેવાન પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરામાં બાપ-દિકરીના સંબંધ પર લાંછન લગાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના સાવલી તાલુકાના નમીસરા ગામમાં ફારૂકશાહ દીવાન છકડો ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેની દાનત તેની સગી 14 વર્ષીય સગીરા પુત્રી ઉપર બગડી હતી. પુત્રીની માતા જ્યારે ઘરે ના હોય ત્યારે હેવાન પિતા માસૂમ દિકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપી પિતા 9 મહિના સુધી પુત્રીને પિંખતો હતો. ફરિયાદ બાદ પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button