ચોરીના ત્રણ મો.સા સાથે આરોપી પકડી પાડી અંજાર પો.સ્ટે.ના બે ગુનાનો ભેદ ઉકેલતી ભચાઉ પોલીસ
ભચાઉ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેનું જ ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની પુર્વ કચ્છ જીલ્લામાં વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી તે કામેના આરોપી પકડી પાડવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જી.એલ.ચૌધરી તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી નાઓની બાતમી આધારે ખાનગી રાહે બાતમી મળેલ કે રામલો વિરમ કોલી રહે . ટ્રાન્સ્પોર્ટનગર જુની મોટી ચીરઈ તા.ભચાઉ વાળો નંબર પ્લેટ વગરનું મો.સા. ચોરી અથવા છળ કપટથી લઈ આવેલ મો.સા લઈને જુની મોટી ચીરઈથી નવી મોટી ચીરઈ તરફ જઈ રહેલ છે . જે બાતમી આધારે નવી મોટી ચીરઈ બસ સ્ટેન્ડ પાસેથી રામ ઉર્ફે રામલો વિરમભાઈ કોલી ઉ.વ .૧૮ રહે . ટ્રાન્સ્પોર્ટનગર જુની મોટી ચીરઈ તા.ભચાઉ મુળ રહે . લુણવા તા.ભચાઉ વાળાને નંબર પ્લેટ વિનાની મો.સા. સાથે પકડી લઈ તેના રજીસ્ટર કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પોકેટ કોપ મોબાઈલથી એજીન / ચેસીસ નંબરથી સર્ચ કરતા GJ – 12 – EB – 5933 વાળું વીશાભાઈ સવાભાઈ રહે . ટપ્પર તા.અંજાર વાળાના નામે રજીસ્ટ્રેશન થયેલ હોઈ મો.સા.ના માલીકની તપાસ કરતા ભીમાસર ગામેથી ચોરાયેલ હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમની વધુ પુછપરછ કરતાં અન્ય બીજા બે મોટર સાઈકલ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનું જણાવતા તેના ઘરે જઈ તપાસ કરતા તેના ઘરની બહાર બીજા બે મોટર મળી આવેલ જે ત્રણ મોટર સાઈકલની નંબર પ્લેટ તથા રજીસ્ટર કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઇ – ગુજકોપની મદદથી ચેક કરતા તે મો.સા. અંજાર પો સ્ટે.માં ચોરીના ગુન્હામાં ગયેલાનું જણાઈ આવેલ જે બાબતે ત્રણેય મો.સા. સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કલ્પે કરી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીને રામ ઉર્ફે રામલો વિરમભાઈ કોલી ઉ.વ .૧૮ રહે . ટ્રાન્સ્પોર્ટનગર જુની મોટી ચીરઈ તા.ભચાઉ મુળ રહે . લુણવા તા.ભચાઉ શોધી કાઢેલ ગુન્હાઓ :
( ૧ ) અંજાર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૩૨૧૧૧૮૪ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ
( ૨ ) અંજાર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૩૨૧૧૧૮૮ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ કજે કરેલ મુદ્દામાલ
( ૧ ) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા જેના ચેસીસ નંબર MBLHAw06XK5J44667 તથા એજીન નંબર HA11EPK5J21196 વાળું કિ.રૂા . ૪૦,૦૦૦ /
( ૨ ) હીરો હોન્ડા કંપનીનું GJ – 12 – BH – 3607 ચેસીસ નંબર MBLHA10EWBGc07504 છે તથા એજીન નંબર HA10EDBGC29316 વાળું કિ.રૂા . ૧૦,૦૦૦ /
( ૩ ) હીરો કંપનીનું પ્લેન્ડર પ્લસ ચેસીસ નંબર MBLHA10AMDHH68423 તથા એજીન નંબર HÁ10EJDHH08224 વાળું કિ.રૂા . ૨૦,૦૦૦ /
કુલ મુદ્દામાલ : ૭૦,૦૦૦ /
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી.એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ હતી .