गुजरात

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો પહેલો દિલ્હી પ્રવાસ, PM મોદીને મળશે

ગાંધીનગર: ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે એટલે કે, 20મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના પ્રવાસે જવાના છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ પહેલીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળશે. નોંધનીય છે કે, વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી પણ છે.

સીએમ બન્યા બાદ દિલ્હીનો પહેલો પ્રવાસ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આવતી કાલે ગુજરાતનાં મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઇ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદીને મળશે. આ સાથે તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના છે.

જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો પ્રથમ પ્રવાસ

મુખ્યમંત્રી બન્યાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની જેમ કાદવમાં ચાલીને લોકોની સમસ્યા જાણી હતી. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને નિયમ મુજબની સહાયની ચૂકવણી કરવા આદેશ આપવામા આવ્યો હતો.

Related Articles

Back to top button