જંબુસર
રિપોર્ટર – સાજીદ મુનશી
જંબુસર તાલુકાના દેવકૂઈ પાટીયા પાસે આવેલ હનુમાનજી મંદિર પાસેથી સાત ફૂટ લાંબો મગર ઝડપાયો હતો તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાંજ આજરોજ અણખી ગામના તળાવના કિનારે થી ભારે જેહમત બાદ પાંચ ફૂટ લંબાઇ ધરાવતા મગરને જીવ દયા પ્રેમી અને જંબુસર વનખાતાએ ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર ઐયુબભાઈ હલદરવા ના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી વધુ મગરો ધરાવતી નદી તરીકે જંબુસર અને આમોદ વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી નું નામ જાણીતું છે અને આ નદીમાં મોટી સંખ્યામાં વિશાળકાય મગરો જોવા મળે છે અને ચાલુ સાલે અતિવૃષ્ટિના કારણે આવેલ પુર માં આ ઢાઢર નદીમાંથી ઘણા બધા મગરો પાણીના પ્રવાહની સાથે નદીમાંથી બહાર નીકળીને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાં કે સીમમાં નીકળી જતા હોય છે . અને માનવને નજરે પડતા તેઓ જીવ દયા પ્રેમી કે વનખાતાને ટેલિફોનિક સંદેશા દ્વારા જાણ કરતા તેઓ આવીને પકડીને લઈ જતા હોય છે અને યોગ્ય સલામત સ્થળે છોડી મુકતા હોય છે. અણખી ગામના રાજુભાઈ મહેન્દ્રભાઈ પટેલે ગામ તળાવના કિનારે પાંચ ફૂટની લંબાઈ ધરાવતા મગર ને જોતા જંબુસર વનખાતાને ટેલિફોન દ્વારા જાણ કરતા વનખાતાએ અને જીવદયા પ્રેમીઓની ટીમે અણખી ગામે આવી ગામ તળાવના કિનારે થી પાંચ ફૂટ લંબાઈ ધરાવતા મગરને ભારે જહેમત બાદ ઝડપી પાડી જંબુસર વનખાતાને સોંપ્યો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ જીવદયાપ્રેમીઓએ અત્યાર સુધી 22 મગરોને ઝડપી પાડી સરાહનીય કામગીરી હાથ ધરેલ છે અણખી ગામના ગામ તળાવમાં ત્રણ મગરો હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું.
રીપોર્ટર સાજીદ મુન્શી કાવી વાલા