गुजरात

કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાતની ખુલી પોલ, દેશમાં 22માં સ્થાને જ્યારે દિલ્હી અગ્રેસર

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેકાબુ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. ત્યારે કોરોનાના ટેસ્ટમાં કેન્દ્ર સરકારે ગુજરાતની પોલ ખોલી હોય તેવી પરિસ્થિતિ બની છે. દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીએ થયેલા ટેસ્ટની સરખામણીમાં સૌથી વધુ ટેસ્ટ કરનાર 23 રાજ્યોમાં ગુજરાતનો છેલ્લેથી બીજો નંબર એટલે 22મો નંબર આવે છે. જ્યારે દિલ્હી (Delhi) 3,30,201 કોરોના ટેસ્ટ કરીને દેશમાં મોખરે છે. આની સામે ગુજરાતમાં 10 લાખની વસ્તીમાં 1,04,138 જ કોરોના ટેસ્ટ થાય છે.

કોરોનાના ટેસ્ટ કરવામાં દિલ્હી મોખરે

કેન્દ્ર સરકારના ઈન્ડિયા ફાઈટ્સ કોરોના નામના ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરેલી વિગતો પ્રમાણે, દેશમાં પ્રતિ 10 લાખની વસતીએ કોરોનાના 1,00,591 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમ દિલ્હી 3,30,201 ટેસ્ટ સાથે દેશમાં સૌથી અગ્રેસર છે. બીજા સ્થાને લદાખમાં 10 લાખની વસતીએ 2,41,335 ટેસ્ટ થયા છે. ગોવા ત્રીજા સ્થાને, આંદામાન નિકોબાર ચોથા સ્થાને અને પાંચમાં સ્થાને આંધ્રપ્રદેશ છે.

કોરોનાના ટેસ્ટ કરવામાં પંજાબ સૌથી છેલ્લે

દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટ કરતાં વધુ ટેસ્ટ કરનાર 23 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ છેલ્લેથી બીજો આવે છે. ગુજરાતમાં 10 લાખની વસતીમાં માત્ર 1,04,138 ટેસ્ટ થયા છે. યાદીમાં છેલ્લે પંજાબ આવે છે, જ્યાં 1,03,047 ટેસ્ટ થયા છે.કોરોના : રેપિડ અને RT PCR નેગેટિવ આવે તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓએ સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત

ગુજરાતમાં રવિવારે કોરોનાના 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છેછેલ્લા 24 કલાકમાં 68 હજાર 960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1564ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,451 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.95 ટકા થયો છે.

Related Articles

Back to top button