ગઢડા ખાતે આવી પહોંચેલી જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની આગેવાનીમાં આ યાત્રા ગઢડા શહેરના રાજમાર્ગો પર ફરી
Anil Makwana
ગઢડા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
ગઢડા ખાતે આવી પહોંચેલી જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી માનનિય મનસુખભાઈ માંડવીયા સાહેબની આગેવાનીમાં આ યાત્રા ગઢડા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને નગરપાલિકા શોપિંગ સેન્ટર માં આવેલા શ્રી પિયુષભાઈ શાહ દ્વારા સંચાલિત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ખાતે પધાર્યા ત્યારે ઉપસ્થિત તમામ વેપારીઓ દ્વારા માનનીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને તમામ મહેમાનો નું પુષ્પવૃષ્ટિ દ્વારા અભિવાદન કરવામાં આવેલું, આ સમયે ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય શ્રી સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય માનનીય શ્રી આત્મારામભાઇ પરમાર,કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઇ જેબલીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનશ્રી કિરીટભાઈ હુંબલ, ગઢડા શહેર ભાજપના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ લાઠીગરા, મહામંત્રી શ્રી હમીરભાઇ લાવડીયા, કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ ડવ, બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખશ્રી વિક્રમભાઈ બોરીચા, ગઢડા શહેર ભાજપના મંત્રીશ્રી પરેશભાઈ મકવાણા તથા શહેરના જૈન સમાજના શ્રેષ્ઠીઓ શ્રી જશવંતરાય ગોસળીયા, શ્રી બીપીનભાઈ સોમાણી, શ્રી પ્રકાશભાઈ શેઠ, શ્રી દીપકભાઈ શાહ અને મિત્ર વર્તુળ પ્રવીણ ભાઈ મેર, જયદીપ ભાઈ રાઠોડ, અશોકભાઈ ડેરવાળિયા, મુકેશભાઈ પંડ્યા, રાજુભાઈ ગોહેલ, હેમંતભાઈ મઢુલી, રવિભાઈ યોગી, યુસુફભાઈ ગેબી વિગેરે ઉપસ્થિત રહેલા. ઉપસ્થિત તમામ મહેમાનો નું પરિવારના બહેનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલું તેમજ સંચાલક પિયુષભાઈ શાહ દ્વારા તમામ મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સન્માનીત કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત દર્દીઓને માનનિય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે રાહત દરે દવાઓનું વિતરણ કરવામાં આવેલ હતું.