गुजरात

અમદાવાદ : ‘ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખીશ, લાશ પણ નહીં મળે’

અમદાવાદ : પતિ પત્ની વચ્ચેના વિવાદમાં પત્નીનો પક્ષ લઇને એક યુવાન બનાવટી પોલીસ બની પતિના ઘરે પહોંચ્યો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ શખ્સે ફરિયાદીને ધમકી આપી અને કહ્યું હતું કે ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખીશ, લાશ પણ નહીં મળે’ જોકે, ફરિયાદીએ આ નકલી પોલીસ સામે ફરિયાદ કરતા અસલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગતો એવી છે કે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હિતેશ પટેલ અને પરિવાર સામે તેમની પત્નીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. અને તેઓ હાલ જે મકાન માં રહે છે તે ગેરકાયદેસર રીતે રહે છે તેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. જોકે, કોર્ટે આ ઈન્કવાયરી રદ્દ કરી છે. 15મી ફેબ્રુઆરીના દિવસે ફરિયાદી તેમના ઘરે હતા ત્યારે એક ભાઈ તેમના રહેણાક મકાનની વીડિયોગ્રાફી કરી રહ્યો હતો.

જોકે, ફરિયાદીએ આ બાબતે તેને પૂછતા પોતે પોલીસ હોવાની ઓળખ આપી, નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું હતું અને એમ પણ કહ્યું હતું કે ‘તમારી પત્ની એ ફરિયાદ આપેલ છે તમને આ મકાન માં રહેવાનો અધિકાર કોણે આપ્યો તેની ઇન્કવાયરી કરવાની છે.’

Related Articles

Back to top button