ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ તાલુકના ૨૭ ગામોમાં શુભારંભ નો કાર્યક્રમ સ્વામી ગુરુકુળ સ્કુલ ખાતે યોજાયો.
Anil Makwana

આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં દક્ષિણ ગુજરાતના બીજા તબક્કામાં આમોદના ગુરુકુળ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના સહકાર, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) ઇશ્વરસિંહ પટેલે દક્ષિણ ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ૨૭ જેટલા ગામોના ૫ મેગાવોટ વીજ પુરવઠાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ખેડૂતોને રાત્રે ઉજાગરો કરવો નહીં પડે અને અને વન્ય જીવજંતુ ,કડકડતી ઠંડીથી મુક્તિ મળશે જેથી ખેડૂત દિવસે કામ કરી રાત્રે આરામ કરી શકશે. કાર્યક્રમના અધ્યક્ષ એવા ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની નીતિ ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ ના બને તેવી રહી હતી.કોંગ્રેસે નર્મદા ડેમના દરવાજા ના મૂકી ખેડૂતોને પાયમાલ કર્યા હતા.ગુજરાત સરકારે ખેતીલક્ષી સાધનોમાં સબસીડી આપીને ખેડૂતો માટે કામગીરી કરી છે. સમગ્ર દેશમાં કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે ૬૦૦૦ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થઈ રહ્યા છે. અતિવૃષ્ટિમાં ખેડૂતોની પડખે રહી સરકારે રાહત પેકેજ આપ્યું હતું. આત્મનિર્ભર યોજના હેઠળ ધંધા રોજગાર માટે રાજ્ય સરકારે ૩૫૦૦ કરોડનું ધિરાણ આપ્યું હતું. સાત પગલાં ખેડૂત કલ્યાણના હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ આપી હતી અને ખેડૂતને સમૃદ્ધ બનાવ્યો છે. આ પ્રસંગે આમોદ ગુરુકુળના ડી કે સ્વામીએ આશીર્વચન આપ્યું હતું. તેમજ માજી મંત્રી છત્રસિંહ મોરી તથા ભરૂચ જિલ્લા સાસંદ મનસુખભાઇ વસાવાએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેર કેદારીયાએ કિસાન સૂર્યોદય યોજનાની માહિતી આપી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા, માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેકટર ડૉ. એમ ડી મોડીયા,જિલ્લા વિકાસ અધિકારી આમોદ તાલુકા વિકાસ અધિકારી રિશી દેસલે આમોદ મામલતદાર ડૉ.જે.ડી. પટેલ ગુરુકુળના ડી. કે સ્વામી આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબેન રાજ ઉપપ્રમુખ દિપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ આમોદ જંબુસરના ભાજપના હોદેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.