गुजरात

ડિગ્રી વગરનાં ડૉક્ટરોની વ્હારે આવ્યાં અલ્પેશ ઠાકોર, કહ્યું- ‘કોરોનાકાળમાં આવા ડૉક્ટરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું’

હાલ કોરોનાકાળની મહામારીએ રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ રાજ્યમાં જાણે ડિગ્રી વગરનાં ડૉક્ટરોનો  રાફડો ફાટ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે આવા સમયમાં ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે એક ડિગ્રી વગરનાં બોગસ ડૉક્ટરોને વંદનીય ગણાવતા વિવાદ છેડાયો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા બોગસ ડૉક્ટરોનાં સમર્થનમાં આવ્યાં છે.

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે બોગસ ડૉક્ટરો અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, “હું સર્વ પ્રથમ એવા લોકોને વંદન કરું છું, આભાર માનું છું, કદાચ એમને કોઇ ફરજી ડૉક્ટર કહેતું હોય, કોઇ કમ્પાઉન્ડર કે કોઇ નર્સ કહેતું હોય પરંતુ તે ગામડામાં જઇને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરે તેમને કોઇ ગેરકાયદેસર કહેતું હોય તેમ પણ બને. પરંતુ હું આપને એમ કહું છું કે, આ લોકોએ કોરોનાની મહામારીમાં ખૂબ સેવા કરી છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ગામડાઓમાં પ્રેક્ટિસ કરતાં કમ્પાઉન્ડર, નર્સ કે જેઓ દવાખાનામાં તૈયાર થઇને ગામડાઓમાં સેવા કરી છે, તેવા કહેવાતા ડૉક્ટરોએ આપ્યું છે.”

અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ કૉંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા એ કહ્યું કે, અલ્પેશભાઈનું આ નિવેદન ચોક્કસપણે સમાજને ગેરમાર્ગે દોરનારૂ છે અને હું આ નિવેદનને વખોડી નાખું છું.

Related Articles

Back to top button