તાલુકા ના તમામ વિભાગની કચરીઓના અઘિકારી શ્રીઓની હાજરી માં આગામી તાલુકા આયોજન,એ.ટી.વી.ટી., પાણી સમિતી તથા સંકલન ની મીટીંગ સાથે તમામ વિભાગની સમીક્ષા કરવામાં આવી.
અંજાર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આજરોજ તા.૩/૪/૨૦૨૧ ના રોજ માનનીય મંત્રી શ્રી વાસણ ભાઈ આહીર ના અધ્યક્ષ સ્થાને શ્રી મતી માલતીબેન મહેશ્વરી (mla Gandhidham), પ્રાંત અધિકારશ્રી, અંજાર ડો.વી.કે. જોષી, તાલુકા વિકાસ અધિકારશ્રી , અંજાર તથા ગાંધીધામ તાલુકા ના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ઓ, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ઓ,એ.ટી. વી.ટી.ના સદસ્ય શ્રી ઓની તેમજ બંને તાલુકા ના તમામ વિભાગની કચરીઓના અઘિકારી શ્રીઓની હાજરી માં આગામી તાલુકા આયોજન,એ.ટી.વી.ટી., પાણી સમિતી તથા સંકલન ની મીટીંગ સાથે તમામ વિભાગની સમીક્ષા કરવામાં આવી.
૧). Atvt કાર્યવાહક આયોજન સમિતી જોગવાઈ તળે
👉 અંજાર તાલુકાના ૧૨૫ લાખ ના કામો આયોજન માં લીધા
👉 ગાંધીધામ તાલુકાના ૧૦૮ લાખના કામો લીધા
૨) એ.ટી.વી.ટી.
👉 અંજાર તાલુકા ૧૨૫ લાખના કામો લીધા
👉ગાંધીધામ તાલુકાના ૧૦૦ લાખના કામો આયોજન માં લીધા
૩).પાણી સમિતી
👉 ટપ્પર ગામ માં ગંદુ પાણી આવતુ હોવા બાબત ની ચર્ચા કરી આ બાબતે સબંધિત વિભાગ ને નિકાલ કરવા સુચના આપવામાં આવી
👉 ગાંધીધામ તાલુકા ના મીઠી/ખારી રોહર, કિડાણા, ગળપાદર ગામો માં પીવાનુ ગંદુ પાણી આવતું હોવાથી તપાસ કરી, વ્યવસ્થા કરવી
👉 કિડાણા અને ગળપાદર માં આવતુ પાણી પીવા લાયક નથી તેની વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગ ને જણાવ્યું
👉 ગાંધીધામ માં રાત્રે પાણી આપવામા આવે છે તેની જગ્યા એ માણશો ને ખબર હોય તેવા સમયે પાણી આપવું.
👉 વાસ્મો આયોજન ના બાકી કામો પુર્ણ કરવા સુચના આપી
👉 પાણી સ્ટોરેજ માટે વ્યવસ્થા કરવી સૂચના આપી
👉 ઓમ cineplex થી રાજવી ફાટક ના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સુચના આપી. Mla Gandhidham એ સુચના આપી
👉 ગાંધીધામ શહેર માં હોલ્ડિંગ ના કારણે થતા દબાણો દૂર કરવાની સુચના આપી.
👉 આદિપુર ગર્લ્સ હોસ્ટેલ પાસે થયેલ દબાણ દૂર કરવા
👉 ગાંધીધામ શહેર માં સફાઈ યોગ્ય રીતે કરાવવી તેમજ રેલ્વે લાઈન પાસે ની ગંદકી સાફ કરાવવા સૂચના આપી.
👉 ગાંધીધામ નો કચરો ડમ્પીંગ સ્થળે નાખવો.
👉 ગાંધીધામ તાલુકાના કચરો ઠાલવવા જતા વાહનોમાં gps લગાવવા.
👉 સરકારી કચેરીઓ ના તમામ અઘિકારી/કર્મચારીઓ એ કોરીનાની રસી લેવા પ્રાંત અધિકારી શ્રી તરફ થી સૂચના આપવામાં આવી.
👉 બંને તાલુકા માં ગેરકાયદેસર લાગેલ વીજ કનેશન દૂર કરવા સુચના આપી. તેમજ નવા આપવા નહિ તેની બંને તાલુકા ના કાર્યપાલક ઇજનેર શ્રી ને સૂચના આપી.
👉 પરપ્રાંતીયો ને રસી આપવા માટે r.t.o.ની કચેરીઓ એ કેમ્પ કરવો.