અંજાર જૂના મંદિરે થી નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ,આદિ ભગવાનના સ્વરૂપો, શ્રી હનુમાનજી, ગણપતિ તથા સંત મંડળનું સ્થળાન્તર કરાશે
Anil Makwana

અંજાર
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
અંજાર જૂના મંદિરેથી નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, આદિ ભગવાનના સ્વરૂપો, શ્રી હનુમાનજી, ગણપતિ) તથા સંત મંડળનું સ્થળાન્તર, તા.૨૨.૦૪.૨૦૨૧, ચૈત્ર સુદ ૧૦, નુતન મંદિર માં થશે. આ નિર્ણય ભુજના પ. પુ. મહંત શ્રી ધર્મનંદન દાસજી સ્વામી આદિ સંતો તેમજ ટ્રસ્ટીશ્રીઓ. એવું મંદિર બાંધકામ સમિતિએ મળીને લીધો છે, જેમાં અંજાર નુતન સ્વામિનારાયણ મંદિરે તારીખ ૧૭/૪/૨૦૨૧ થી
૨૨/૪/૨૦૨૧ સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં તા. ૧૭ થી ૨૧ તારીખ સુધી દરરોજ રાત્રિ ના સત્સંગ સભા યોજાશે. તેમજ તા. ૧૯ ના નીજ મંદિર, સભામંડપ, બાઈઓ ના નુતન મંદિરમાં યજમાનશ્રી તથા બ્રાહ્મણોના હસ્તે વાસ્તુપૂજન થશે. તા. ૨૦ના સંતો, સાંખ્ય યોગી બહેનો તથા મુખ્ય યજમાન ના હસ્તે વાસ્તુપૂજન કરવામાં આવશે.તારીખ ૨૨/૪/૨૦૨૧ ના નુતન મંદિર માં શ્રી ઘનશ્યામ મહારાજ આદિ ભગવાન ના સ્વરૂપો ની સવારે પધરામણી થશે. ત્યારબાદ મંગળા આરતી, અભિષેક, અન્નકૂટ કરવામાં આવશે. ત્યાર બાદ કથા વાર્તા થશે અને વડીલ સંતો ના આશીર્વચન પાઠવવામાં આવશે. અંજાર નુતન મંદિરે પધારેલા અખિલ કચ્છ વિભાગના સત્સંગી હરિભક્તો તેમજ સ્થાનિક હરિભક્તો સાથે ભોજન પ્રસાદ લેવામાં આવશે. અંજાર નુતન મંદિરના સભામંડપ માં ભુજ સ્વામિનારાયણ મંદિર ના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, સ્વામી પ્રેમપ્રકાશ દાસજી, પાર્ષદ જાદવજી ભગત, અંજાર મંદિરના મહંત સ્વામી દેવકૃષ્ણ દાસજી, સ્વામી શ્રીહરિ દાસજી, સ્વામી ભગવતજીવન દાસજી, સ્વામી સુખદેવસ્વરૂપ દાસજી, સ્વામી દેવપ્રકાશ દાસ), સ્વામી સૂર્યપ્રકાશ દાસજી, સ્વામી ભક્તિપ્રિય દાસજી, સ્વામી દિવ્યસ્વરૂપ દાસજી, સ્વામી પરમેશ્વરસ્વરૂપ દાસજી, સ્વામી ધર્મચરણ દાસજી આદિ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કથાના વક્તા સ્વામી સુખનંદન
દાસજી એ જણાવેલ કે કોઈ પણ જીવાત્મા ભગવાન અને સંતો ઉપર ભરોસો રાખે તો તેનું હંમેશા સારું થાય છે. સભા નું સંચાલન સ્વામી કૃષ્ણ