જંબુસર તાલુકા પંચાયતની ચુંટણીને લઈ આજરોજ કાવી ગામ માંથી કાવી-૧ પરથી સાજીદ મુન્શી એ પોતાની ઉમેદવારી અપક્ષ માંથી નોંધાવી હતી.
Anil Makwana
જંબુસર
અનિલ મકવાણા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જંગ જાગ્યો છે ક્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો મેદાને એ ઉતાર્યા છે.કાવી-૧ મતદારો ને હવે નવા યુવા ઉમેદવાર લોકો વિજેતા બનાવી લાવો માંગે છે. જેનું કારણ છેલ્લા કંઇ વર્ષો થી કાવી-૧ પર કોંગ્રેસ ના ઉમેદવાર વિજેતા થાય છે.પણ કોગ્રેસ ના ઉમેદવાર કાવી ગામમાં કોઇ પણ જાતનો વિકાસ કે પછી કોઇ સુવિધાઓ કરી જ નથી બસ ઇલેકશન આવે ક્યારે જ કોંગ્રેસ ના ઉમેદવાર વોટ લેવા માટે મોટી મોટી વાતો કરે છે પછી તો હુ કોણ ને તમે કોણ કાવી ગામનાં કેટલાં એવાં નવયુવાનો છે એમનું કહેવુ છે કે કોગ્રેસ કોઇ નવયુવાન ને ટિકિટ કેમ નથી આપતું બસ ખાલી નવયુવાનો ના ખાલી વોટ જ લેવા છે. ને ગામમાં કોંગ્રેસ તરફથી કંઇ કામ થતું જ નથી ખાલી લોલીપોપ જ આપે છે. આટલું મોટા કાવી ગામમાં બસ સ્ટેન્ડ પર લોકો બેસવા માટે નથી ગામની મા બહેનો જ્યારે બસ મુસાફરી કરવા જાય છે બસ ની રાહ જોઈને બેસે ત્યાં સુધી જાહેર રોડ રસ્તા ઉપર ઉભાં રેહવુ પડે છે. ગામમાં કોઈ બાગ બગીચો નથી કોઇ રમત ગમત નું મેદાન નથી તો શું અત્યાર સુધી કોગ્રેસ કાવી-૧ પર વિજેતા બની છે પર ગામમાં કોઇ પણ જાતનો વિકાસ કે પછી કોઇ સુવિધાઓ કરી જ નથી આ વખતે કાવી-૧ પર કોંગ્રેસ,ભાજપ ની સાથે બીજી બે પાર્ટી પોતાની ઉમેદવારી નોધાવેલ છે.જેમા આમ આદમી પાર્ટી ને અપક્ષ હવે જોવાનું રહયું કે શું કાવી ગામનાં કોંગ્રેસ સિવાય બીજો પક્ષ ને વિજેતા બનાવે એમ લાગે છે. જેમાં સાજીદ મુન્શી સાથે કંઇ નવયુવાનો છે એમનું કેહવુ છે કે આ વખતે નવા જુની થવાના એંધાણ વાગે છે